સુપ્રીમ કોર્ટે હજુ સુધી સીબીઆઈ, એનઆઈએ અને ઈડી જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓના કાર્યાલયોમાં સીસીટીવી કેમેરા શા માટે નથી લાગ્યા તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ સરકાર આ મામલે પગ પાછા ખેંચવા પ્રયત્ન કરી રહી હોવાનો ફટકાર પણ વરસાવ્યો હતો.
કોર્ટે કેન્દ્ર સરકારને તમામ કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને રાજ્ય સરકારોને આગામી 5 મહિનામાં દેશના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા અને રેકોર્ડિંગ ઉપકરણો લગાવવા આદેશ આપ્યો છે. ઉપરાંત કેન્દ્ર સરકારને 3 સપ્તાહ અને રાજ્ય સરકારોને એક મહિનાની અંદર સોગંદનામુ દાખલ કરવા પણ કહેવામાં આવ્યું છે.
સોગંદનામામાં સીસીટીવી કેમેરા લગાવવા થનારો ખર્ચ અને કોર્ટના નિર્દેશોનું પાલન કરવાની ટાઈમલાઈન જણાવવા પણ કહેવામાં આવ્યું છે. જસ્ટિસ આરએફ નરીમનની અધ્યક્ષતાવાળી પીઠે કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાને આને નાગરિકોના મૌલિક અધિકારો સાથે સંકળાયેલો મુદ્દો કહ્યો હતો.
ચૂંટણી હોય તે રાજ્યોના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાના આદેશમાં હાલ પૂરતી છૂટ આપવામાં આવી છે.