Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં મોબાઇલ શોરૂમના કર્મચારી દ્વારા 15 મોબાઇલની ઉઠાંતરી - VIDEO

જામનગરમાં મોબાઇલ શોરૂમના કર્મચારી દ્વારા 15 મોબાઇલની ઉઠાંતરી – VIDEO

એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા શખ્સે રૂા. 9.10 લાખના મોબાઇલ ચોર્યા : પાંચ માસના સમય દરમ્યાન 15 મોબાઇલની ચોરી : વેપારી દ્વારા કર્મચારી વિરૂઘ્ધ ફરિયાદ

જામનગર શહેરમાં અંબર ચોકડી પાસે આવેલા પંચરત્ન કોમ્પ્લેક્ષમાં આવેલા મોબાઇલ શોરૂમમાં નોકરી કરતાં કર્મચારીએ દુકાનમાંથી સમયાંતરે નવ લાખની કિંમતના 15 નંગ મોબાઇલ ચોરી કરી ગયાના બનાવની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ટાઉનહોલ પાસે રહેતાં રાજેશભાઇ ખોડુભાઇ ગોહિલ નામના પ્રૌઢ વેપારીને અંબર ચોકડી પાસે પંચરત્ન કોમ્પ્લેક્ષમાં આવેલી યશ મોબાઇલ નામની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં કિશન ચેતન બાવરિયા નામના શખ્સે ગત્ જુલાઇ મહિનાથી નવેમ્બર સુધીના સમય દરમિયાન દુકાનમાં રહેલા રૂા. 9,10,000ની કિંમતના 15 નંગ મોબાઇલ સમયાંતરે ચોરી કરી ગયો હતો. આ મોબાઇલ ચોરીના બનાવની જાણના આધારે હે.કો. ડી. એમ. પરમાર તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દુકાનના સીસીટીવી કેમેરા તપાસી કિશનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular