ગુજરાતના અનેક જીલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી માવઠું થઇ રહ્યું છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. ત્યારે ગીર સોમનાથના નવા બંદરમાં અતિ ભારે પવનના કારણે 15 બોટ ડૂબી છે. ગીર સોમનાથમાં રાત્રે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા બોટ ડૂબ્યાની આશંકા છે.
સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. એવામાં ભારે પવન વચ્ચે નવા બંદર પર લાંગરેલી 15 બોટ તણાઇ ગઈ છે. 10 થી વધુ માછીમાર પણ લાપતા છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં 4 માછીમારને બચાવી લેવાયા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાંભારે પવનના લીધે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સુચના આપવામાં આવી છે. છતાં પણ માછીમારો દરિયામાં ગયા હોય અને ભારે પવનના લીધે બોટ ડૂબી ગઈ હોય તેવું પ્રાથમિક તારણ છે.
અંતે ઉલ્લેખનીય છે કે 4 ડીસેમ્બર શનિવારના સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓરિસ્સાના દરિયાકાંઠે જવાદ વાવાઝોડુ તકરાવવાની શક્યતા છે. જેની અસરના પરિણામે 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી વાતાવરણ રહેશે. તો સાઉથ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.