Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરપીજીવીસીએલ દ્વારા જામનગર શહેરમાંથી 15.25 લાખની વીજ ચોરી ઝડપાઈ

પીજીવીસીએલ દ્વારા જામનગર શહેરમાંથી 15.25 લાખની વીજ ચોરી ઝડપાઈ

શહેરના દિ.પ્લોટ, પવનચકકી, હર્ષદમીલની ચાલી, નંદનવન, સાધના કોલોની સહિતના વિસ્તારોમાં ચેકિંગ

- Advertisement -

પીજીવીસીએલ દ્વારા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કુલ 25 વીજ જોડાણોમાંથી ગેરરીતિ ઝડપી લઇ રૂા.15.25 લાખના પૂરવણી બીલો ફટકારવામાં આવ્યા હતાં.

- Advertisement -

પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરની સૂચનાથી પીજીવીસીએલની ટીમ દ્વારા જામનગર શહેરમાં મંગળવારે વિજ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસતા વરસાદ વચ્ચે પણ જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ, પવનચક્કી, હર્ષદમીલની ચાલી, નંદનવન, સાધના કોલોની સહિતના જામનગર શહેરના વિસ્તારોમાં પીજીવીસીએલની 15 જેટલી ટીમો દ્વારા 15 એસઆરપી સહિતના પોલીસ કાફલા સાથે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 182 જેટલા વીજ જોડાણો ચેક કરવામાં આવ્યાં હતાં. આ ચેકીંગ દરમિયાન 25 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ હતી. જેમણે રૂા.15.25 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. વીજ ચોરીના દુષણને ડામવા હાથ ધરવામાં આવેલા વીજ ચેકિંગને લઇ વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular