જામનગર તાલુકાના મોરકંડા ધાર વિસ્તારમાં જાહેરમાં તિનપત્તિનો જુગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન 35960ના મુદ્ામાલ સાથે સાત શખ્સોને ઝડપી લીધા હતાં. લાલપુરના રિંઝપર ગામમાંથી જુગાર રમતાં ત્રણ શખ્સોને પોલીસે 17030ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાંથી જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા. 10260ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના મોરકંડાના ધાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં હોવાની બાતમીના આધારે પંચ-બી પોલીસે રેઇડ દરમિયાન વિઠ્ઠલ ખીમજી નકુમ, વિજય રમેશ વિરમગામા, રાહુલ કિશોર માંડવીયા, સંજય જગદીશ સરવૈયા, અજય દાના મકવાણા, સુનિલ વિજય ડાભી, અજય રમેશ વિરમગામા સહિતના સાત શખ્સોને રૂા. 10960ની રોકડ અને રૂા. 25000ની કિંમતના પાંચ નંગ મોબાઇલ મળી કુલ રૂા. 35960ના મુદ્ામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
બીજો દરોડો લાલપુર તાલુકાના રિંઝપર ગામમાં જાહેરમાં તિનપત્તિ રમતાં પ્રદ્યુમનસિંહ ઉર્ફે પ્રભાતસિંહ શિદુભા જાડેજા, ભૂપત હરદાસ વસરા, ભીખા અરશી વસરા નામના ત્રણ શખ્સોને લાલપુર પોલીસે રૂા. 17030ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગર શહેરના દિ.પ્લોટ 54 વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતાં કરણ ઉર્ફે કરણ બાડો વસંત ગોરી, મહેશ જેઠા મંગે, દિપક દામજી ગોરી, ભવ્ય મહેશ ગોરી નામના ચાર શખ્સોને સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા. 10260ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લીધા હતાં.