જામનગર શહેરમાં પોલીસે ત્રણ સ્થળોએ જૂગાર દરોડા દરમિયાન આઠ મહિલા સહિત 14 શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ તેમની સામે જૂગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ભાનુશાળી વાડમાં હિંગળાજ ચોકમાં ગંજીપના વડે તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે કિશોર શિવલાલ દાણીધર અને આઠ મહિલાઓને રૂા.11,300 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જામનગરના બેડેશ્ર્વરમાં આવેલ ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રફીક હુશેન ગજણ, અસલમ ગનીશ સુરાણી, હુશેન ઉમર ગજણ અને ઈશાક સુમાર ભટ્ટી નામના ચાર શખ્સોને રૂા.10210 ની રોક0ડ અને ગંજીપના સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગરના બેડી ઈકબાલ ચોકની બાજુમાં આવેલા વિસ્તારમાંથી પોલીસે રેઈડ દરમિયાન વર્લીમટકાના આંકડા પર જૂગાર રમતા ફારુક અબ્દુલ ચમડિયા નામના શખ્સને રૂા.980 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


