ચાલુ વર્ષની કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડર ગ્રેજયુએટ (સીયુઇટી-યુજી) માટે 14 લાખ અરજીઓ મળી છે જે ગયા વર્ષની સરખામણીમાં 41 ટકા વધારે છે તેમ યુજીસીના ચેરમેન એમ જગદીશકુમારે એક નિવેદનમાં જણાવ્યું છે. અરજીઓની સંખ્યાની દ્રષ્ટિએ સીયુઇટી-યુજી દેશની બીજી સૌથી મોટી પ્રવેશ પરીક્ષા છે. ઉલ્લેખનિય છે કે 2022માં 12.50 લાખ વિદ્યાર્થીઓએ સીયુઇટી-યુજી માટે રજિસ્ટ્રેશન કર્યુ હતું અને 9.9 લાખ વિદ્યાર્થીઓએ તેમની અરજી સબમિટ કરી હતી.
મેડીકલ એડમિશન માટે લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અન્ડરગ્રેજયુએટ (નીટ-યુજી) ભારતની સૌથી મોટી પ્રવેશ પરીક્ષા છે જેમાં 18 લાખથી વધુ રજિસ્ટ્રેશન થાય છે. સીયુઇટી-યુજીની સૌથી વધુ અરજીઓ દિલ્હી યુનિવર્સિટી માટે મળી છે.


