Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા સહિત જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં 14 ઝડપાયા

ખંભાળિયા સહિત જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં 14 ઝડપાયા

- Advertisement -

દ્વારકાના આવળપરા વિસ્તારમાં પોલીસે રાત્રિના દોઢેક વાગ્યાના સમયે જુગાર દરોડો પાડી, હરીશ છગન સોનગરા નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવતા આ સ્થળેથી હરીશ સોનગરા સાથે વિમલ મનસુખ બારૈયા, મોહન રામજી નકુમ, હિતેશભા રાયશીભા માણેક, ચિરાગ અશોકભાઈ કોળી અને અભય ભુપતભાઈ માણેક નામના છ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 12,200 રોકડા તથા રૂપિયા 80 હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 92,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કલ્યાણપુર પોલીસ દ્વારા રાત્રીના ત્રણ વાગ્યે કરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં ગાગા ગામેથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ડુગા ચના જાડેજા, અરજણ લધા રામાણી, પ્રવીણ ચના જાડેજા, રવુ બાબુ જાડેજા અને ટપુ બાબુ જાડેજા નામના પાંચ શખ્સોને રૂપિયા 11,200 રોકડા તથા રૂપિયા 24,700 ની કિંમત ચાર નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 35,900 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

ખંભાળિયા પોલીસે શક્તિનગરના વાણિયા વાડીમાંથી દિનેશ વીરા પરમાર, રાણા નાથા ચોપડા અને માલદે નાથા ચોપડાને જુગાર રમતા 2,050 ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular