Saturday, April 11, 2026
Homeરાજ્યહાલારજામનગર જિલ્લા પંચાયત માટે 132 અને તાલુકા પંચાયત માટે 474 ફોર્મ ભરાયા

જામનગર જિલ્લા પંચાયત માટે 132 અને તાલુકા પંચાયત માટે 474 ફોર્મ ભરાયા

સિક્કા નગરપાલિકા માટે 91 ઉમેદવારીપત્રો રજૂ

જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે કુલ 132 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા. ત્યારે તાલુકા પંચાયતની 112 બેઠકો માટે કુલ 474 ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં. સિકકા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો માટે કુલ 91 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.

- Advertisement -

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે શનિવારે ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે રાફડો ફાટયો હતો. જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટે 132 ફોર્મ ભરાયા હતાં. જેમાં અલિયા બેઠક માટે 05, ધુતારપર બેઠક માટે 05, ખીમરાણા બેઠક માટે 04, મોરકંડા બેઠક માટે 06, આમરા બેઠક માટે 06, બેડ બેઠક માટે 04, ચેલા બેઠક માટે 05, ધુંવાવ બેઠક માટે 03, ખંઢેરા બેઠક માટે 05, ખરેડી બેઠક માટે 05, નવાગામ બેઠક માટે 04, નિકાવા બેઠક માટે 05, જોડિયા બેઠક માટે 05, પીઠડ બેઠક માટે 06, ખારવા બેઠક માટે 04, લતીપુર બેઠક માટે 06, ભણગોર બેઠક માટે 07, લાલપુર બેઠક માટે 05, પીપરટોડા બેઠક માટે 05, સિંગચ બેઠક માટે 05, ગીંગણી બેઠક માટે 07, મોટી ગોપ બેઠક માટે 09, સત્તાપર બેઠક માટે 07, શેઠવડાળા બેઠક માટે 09 સહિત કુલ 132 ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં. જેમાં ભાજપાના 53, કોંગ્રેસના 33, બસપાના 02, ‘આપ’ના 40, સપાના 03 અને અન્યના 01નો સમાવેશ થાય છે.

જામનગર તાલુકા પંચાયતમાં અલિયા બેઠક માટે 05, ફલ્લા બેઠક માટે 05, જામવંથલી બેઠક માટે 05, ખીમરાણા બેઠક માટે 05, મોટી બાણુંગાર બેઠક માટે 03, સચાણા બેઠક માટે 03, હર્ષદપુર બેઠક માટે 04, મોરકંડા બેઠક માટે 02, મોટી ભલસાણ બેઠક માટે 03, વીરપર બેઠક માટે 03, ઠેબા બેઠક માટે 04, બેરાજા બેઠક માટે 05, ધુતારપર બેઠક માટે 04, આમરા બેઠક માટે 04, જીવાપર બેઠક માટે 06, નાઘેડી બેઠક માટે 06, બેડ બેઠક માટે 06, દિગ્વિજય ગ્રામ બેઠક માટે 03, મોટી ખાવડી બેઠક માટે 06, ચેલા બેઠક માટે 04, દડિયા બેઠક માટે 05, દરેડ બેઠક માટે 04, લાખાબાવળ બેઠક માટે 05, ધુવાવ બેઠક માટે 04, ઢીચડા બેઠક માટે 03, નવા નાગના બેઠક માટે 06, બાલાચડી બેઠક માટે 04, ભાદરા બેઠક માટે 05, હડિયાણા બેઠક માટે 04, જોડિયા-1 બેઠક માટે 03, જોડિયા-2 બેઠક માટે 4, જોડિયા-3 બેઠક માટે 05, કુનડ બેઠક માટે 04, વાવડી બેઠક માટે 04, બાલંભા બેઠક માટે 03, દુધઇ બેઠક માટે 03, કેશિયા બેઠક માટે 03, માધાપર બેઠક માટે 04, મેઘપર બેઠક માટે 04, પીઠડ બેઠક માટે 03, રસનાળ બેઠક માટે 04, તારાણા બેઠક માટે 04, દેડકદડ બેઠક માટે 05, હમાપર બેઠક માટે 04, જાલિયાદેવાણી બેઠક માટે 04, ખાખરા બેઠક માટે 04, ખારવા બેઠક માટે 04, ખેંગારકા બેઠક માટે 04, લૈયારા બેઠક માટે 08, વાંકિયા બેઠક માટે 04, ભેંસદડ બેઠક માટે 04, હાડાટોડા બેઠક માટે 03, જાયવા બેઠક માટે 04, લતીપર-1 બેઠક માટે 05, લતીપર-2 બેઠક માટે 04, લતીપુર-3 બેઠક માટે 04, નથુવડલા બેઠક માટે 04, મોટા વાગુદડ બેઠક માટે 02, નાંદુરી બેઠક માટે 07, ભણગોર બેઠક માટે 03, ગોવાણા બેઠક માટે 05, મોડપર બેઠક માટે 06, લાલપુર-1 બેઠક માટે 03, લાલપુર-2 બેઠક માટે 03, લાલપુર-3 બેઠક માટે 03, રાફુદડ (નાની) બેઠક માટે 04, હરિપર બેઠક માટે 03, મોટા ખડબા બેઠક માટે 03, ખડબા (નાના) બેઠક માટે 04, પીપરટોડા બેઠક માટે 06, રીંઝપર બેઠક માટે 05, આરબલુસ બેઠક માટે 05, સિંગચ બેઠક માટે 05, પડાણા બેઠક માટે 04, ઝાખર બેઠક માટે 07, કાનાલુસ બેઠક માટે 04, બેરાજા બેઠક માટે 05, ખંઢેરા બેઠક માટે 04, મોટી માટલી માટે 03, નાની વાવડી બેઠક માટે 05, પીઠડિયા બેઠક માટે 03, કાલમેઘડા બેઠક માટે 04, ખરેડી બેઠક માટે 03, મુળીલા બેઠક માટે 03, નાના વડાલા બેઠક માટે 04, પીપર બેઠક માટે 03, છતર બેઠક માટે 04, ધુનધોરાજી બેઠક માટે 03, મકરાણી સણોસરા બેઠક માટે 03, નવાગામ બેઠક માટે 04, આણંદપર બેઠક માટે 04, જશાપર બેઠક માટે 04, મોટા વડાળા બેઠક માટે 04 અને નિકાવા બેઠક માટે 04, બાલવા બેઠક માટે 04, ગીંગણી બેઠક માટે 04, પાટણ બેઠક માટે 04, સિદસર બેઠક માટે 05, ધ્રાફા બેઠક માટે 05, ઇશ્ર્વિરિયા બેઠક માટે 05, મોટા વડિયા બેઠક માટે 04, મોટી ગોપ બેઠક માટે 07, વનાણા બેઠક માટે 06, જામવાડી બેઠક માટે 05, સતાપર બેઠક માટે 06, તરસાઇ બેઠક માટે 03, વાંસજાળિયા બેઠક માટે 02, બુટાવદર બેઠક માટે 05, માંડાસણ બેઠક માટે 04, સડોદર બેઠક માટે 06, સમાણા બેઠક માટે 05, શેઠવડાળા બેઠક માટે 05 સહિત કુલ 474 ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં.

- Advertisement -

આમ, 474 ઉમેદવારી ફોર્મમાં ભાજપાના 198, કોંગ્રેસના 122, ‘આપ’ના 127, અપક્ષના 24 તથા બસપાના 03નો સમાવેશ થાય છે.

સિક્કા નગરપાલિકાની સાત વોર્ડની 24 બેઠકો માટે 91 ફોર્મ ભરાયા હતાં. જેમાં વોર્ડ નંબર 01માં 12, વોર્ડ નંબર 2માં 18, વોર્ડ નંબર 3માં 14, વોર્ડ નંબર 4માં 16, વોર્ડ નંબર 5માં 13, વોર્ડ નંબર 6માં 09, વોર્ડ નંબર 7માં 9નો સમાવેશ થાય છે. 91 ફોર્મમાં ભાજપાના 31, કોંગ્રેસના 33, ‘આપ’ના 12 તથા એઆઇએમઆઇએમના 14 અને એક અપક્ષના ઉમેદવારનું ફોર્મ છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular