લાલપુર ગામની જૂની શાકમાર્કેટ પાસે મેડીકલની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી જુદી-જુદી દવાઓ આપી સારવાર કરતા બોગસ તબીબને એસઓજીની ટીમે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુરમાં જૂની શાકમાર્કેટ પાસે તૃપ્તિ કલીનિક ચલાવતો તબીબ બોગસ હોવાની એસઓજીના હેકો રાજેશ મકવાણા, હર્ષદ ડોરીયા, મયુદિન સૈયદને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફે લાલપુરમાંથી મેડીકલની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી તૃપ્તિ કલીનિક ચલાવતા પ્રકાશ મહેશ વ્યાસ નામના બોગસ તબીબને ઝડપી લઇ તેમની પાસેથી જુદી જુદી કંપનીઓની દવા અને સાધનો મળી રૂા.5191 નો મુદ્દામાલ કબ્જે કરી 12 પાસ પ્રકાશની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.