દેશભરમાં કોરોનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. બુધવારે દેશમાં રેકોર્ડ 1 લાખ 26 હજાર 265 લોકો પોઝિટિવ મળ્યા હતા. ગયા વર્ષે મહામારી શરૂ થઇ ત્યાર બાદ આ પહેલીવાર છે, જ્યારે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ નોંધાયા છે. આ અગાઉ 6 એપ્રિલના રોજ એક જ દિવસમાં 1.15 લાખ લોકોને કોરોના પોઝિટિવ મળ્યા હતા.
આ ઉપરાંત બુધવારે 684 દર્દીનાં મોત નીપજ્યાં હતાં અને 59 હજાર 129 લોકો સાજા થયા હતા. આ સાથે હવે કોરોના સંક્રમિતોની સંખ્યા 1.29 લાખને પાર થઈ ગઈ છે, તેમાંથી 1.18 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1.66 લાખ દર્દી મૃત્યુ પામ્યા છે. 9 લાખ 5 હજાર દર્દી સારવાર લઈ રહ્યા છે.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સચિવ અને દેશના સૌથી મોટા વૈજ્ઞાનિક પ્રો. આશુતોષ શર્માએ કહ્યું હતું કે કોરોનાના આ તબક્કાની ઝડપ પહેલાં કરતાં ઘણી વધારે છે. આનો અર્થ એ છે કે આ તબક્કામાં લોકોમાં સંક્રમણ ખૂબ જ વધુ ઝડપથી ફેલાય છે. આને રોકવા માટે ફક્ત મોટા પાયે વેક્સિનેશન જ અસરકારક રહેશે. દેશની મોટા ભાગની વસતિમાં વેક્સિનેશન પછી સંક્રમણની અસર ઓછી થવા લાગશે.
મુંબઇમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે એક નવું સંકટ સામે આવ્યું છે. અહીં વેક્સિન લગભગ પૂરી થઈ ગઈ છે. મેયર કિશોરી પેડનેકરે કહ્યું- મુંબઈમાં વેક્સિનનો સ્ટોક લગભગ સમાપ્ત થવાની આરે છે.
અમે તમામ સરકારી હોસ્પિટલોને વેક્સિનના બધા ડોઝ આપી દીધા છે. અમારી પાસે હવે માત્ર એક લાખ કોવેક્સિન બાકી રહી છે. અમે આ અંગે આરોગ્યમંત્રી રાજેશ ટોપે જીને પણ જાણ કરી છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું હતું કે જે રાજ્યો વેક્સિનની ઊણપ વિશે વાત કરી રહ્યાં છે અને તેઓ 18થી 20 વર્ષની વયના લોકોને વેક્સિન અપાવવાની માગ કરી રહ્યાં છે તેઓ રાજકીય રીતે લોકોને ડરાવી રહ્યાં છે. હવે આ વેક્સિન ફક્ત તેમને જ આપવામાં આવશે જેમને તેની સૌથી વધુ જરૂર છે.
મહારાષ્ટ્રમાં બુધવારે અહીં 59,907 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 30,296 દર્દીઓ સાજા થયા અને 322 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 31.73 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ લોકોમાંથી 26.13 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 56,652 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 5.01 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં બુધવારે 5,506 નવા કેસ આવ્યા હતા. 3,363 દર્દીઓ સાજા થયા અને 20 લોકોનાં મોત થયા હતા. અહીં અત્યાર સુધીમાં 6.90 લાખ લોકોને સંક્રમણની અસર થઈ છે, 6.59 લાખ લોકો સાજા થયા છે અને 11,133 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં 19,455 લોકોની સારવાર ચાલી રહી છે.
ગુજરાત અહીં બુધવારે કોરોનાના 3,575 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 2,217 દર્દીઓ સાજા થયા, જ્યારે 22 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.28 લાખ લોકોને સંક્રમણથી અસર થઈ છે. આમાંથી 5.55 લાખ સાજા થયા છે, જ્યારે 4,620 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને હાલમાં 18,684 લોકો સારવાર લઈ રહ્યા છે.