જામનગર શહેર અને જિલ્લામાં અનેક ઠેકાણે ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવે છે. જોકે આ દબાણો હટાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ સંપૂર્ણ બાંધકામ થઈ જાય ત્યાં સુધી મહાનગરપાલિકાને ધ્યાનમાં નથી આવતું. શહેરના ગેલેકસી ટોકીઝ નજીક આવેલા રેલવે સાઈડીંગમાં ખડકાયેલી 12 ગેરકાયદેસર દુકાનો એસ્ટેટ વિભાગના નિલેશ દિક્ષીત, સુનિલ ભાનુશાળી સહિતની ટીમ દ્વારા પીએસઆઈ એમ. વી. મોઢવાડિયા સહિતના સ્ટાફ સહિતના બંદોબસ્ત વચ્ચે આજે સવારે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.