Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારજામજોધપુર તથા ધ્રોલમાંથી 12 પત્તાપ્રેમીઓ ઝડપાયા

જામજોધપુર તથા ધ્રોલમાંથી 12 પત્તાપ્રેમીઓ ઝડપાયા

જામજોધપુરમાં રૂા. 3120ની રોકડ સાથે સાત શખ્સો જુગાર રમતાં ઝબ્બે : ધ્રોલમાંથી પાંચ શખ્સોને જુગાર રમતાં ઝડપી લેતી પોલીસ

- Advertisement -

જામજોધપુરમાં ધરારનગર નદીના કાંઠે જાહેરમાં તિનપત્તિનો જુગાર રમતાં સાત શખ્સોને પોલીસે રૂા. 3120ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રોલમાં એસબીઆઇ બેંકવાળી શેરીમાં જાહેરમાં તિનપત્તિનો જુગાર રમતાં પાંચ શખ્સોને પોલીસે રૂા. 12480ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ જામજોધપુર તાલુકામાં ધરારનગર નદીનાકાંઠે બાવળની જાળ પાછળ તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન વિજય ઉર્ફે સંજય વિનુભાઇ સરવૈયા, રવિ ધીરુ ઝિંઝૂવાડીયા, દિનેશ બાબુ કુડેચા, અરવિંદ સોમા સરવૈયા, રવિ પરબત ઝિંઝુવાડીયા, પ્રકાશ ખોડા બારીયા તથા જિગ્નેશ બુધગર મેઘનાથી નામના સાત શખ્સોને રૂા. 3120ની રોકડ સાથે તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં.

બીજો દરોડો ધ્રોલ તાલુકામાં એસબીઆઇ બેંકવાળી શેરીમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન યુનુસ હારુન દોસાણી, કયુમ હનીફ બ્લોચ, અફઝલ ઉર્ફે કાલુ ગફાર કટારીયા, આમદશા, બફાતીશા શાહમદાર, ફારુક સલીમ તાયાણી નામના પાંચ શખ્સોને રૂા. 12480ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular