જામનગર શહેર અને જિલ્લામાં જૂગારના બે દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી બે મહિલા સહિત ચાર શખ્સોને રૂા.13,500 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જ્યારે લાલપુરના મેઘપર નજીકથી પોલીસે રેઈડ દરમિયાન ત્રણ મહિલા સહિત સાત શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10,430 ની રોકડ અને ગંજીપના કબ્જે કરી મહિલાઓને નોટિસ પાઠવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં ઉદ્યોગનગરમાં ગોકુલનગર શેરી નં.4 માં તીનપતિનો જૂગાર રમતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન ઉકા ભીખા બેડિયાવદરા, નીતિન ધનજી ચાવડા અને બે મહિલા સહિત ચાર શખ્સોને રૂા.13,500 ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, લાલુપર તાલુકાના મેઘપર પાસે ઈંટોના ભઠ્ઠા નજીક તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન દિલીપ દેવા મુછડિયા, ચના હીરા મકવાણા, દુદા ભીખા પરમાર, નરેશ દેવા મુછડિયા નામના શખ્સોને ઝડપી લઇ રૂા.10,430ની રોકડ અને ગંજીપના કબ્જે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રેઈડ દરમિયાન જૂગાર રમતા ત્રણ મહિલાઓને પણ જૂગાર રમતા ઝડપી લઇ તેમને નોટિસ પાઠવવામાં આવી હતી.