ભાણવડથી આશરે 25 કિલોમીટર દૂર જસાપર ગામે સ્થાનિક પોલીસે ગત સાંજે જુગાર દરોડો પાડી, જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ભીખુ જીવા ભાદરકા, ગૌતમ પૂંજા ગાગલીયા, ભીખા મમૈયા મોરી, પાલા ગોવા નંદાણીયા, જેતશી ટપુ કરમુર અને રામ એભા કરમુર નામના શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 5,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ જ સ્થળે અન્ય એક દરોડામાંથી પોલીસે હરસુખ ભનુ સોલંકી, દાના ગોવા સાંજવા, જીવણ મૂળજી પાણખાણીયા, ડાડુ નેભા બંધિયા અને અરજણ જગા કરમુર નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 4,200 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.