દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા વધુ એક વખત ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાશે. જામ કલ્યાણપુર તાલુકાના 32 ગામમાં થયેલા અનઅધિકૃત દબાણો દુર કરાશે. ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જગ્યા પર થયેલા 106 ધાર્મિક દબાણો ને તંત્ર એ નોટીસ આપવામાં આવેલ છે. વહિવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં સરકારી જમીન પર થયેલા 106 ગેરકાયદેસર દબાણો દુર કરાશે. કલ્યાણપુર તાલુકાના રાવલ નગર પાલિકામા, અન્ય ગ્રામ્ય વિસ્તારો, ગામતળની સરકારી જમીન પર થયેલ દબાણો દુર કરવાની નોટીશ આપવામા આવેલ હતી. ટુંક સમયમાં આવા દબાણોને દુર કરવા તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરાશે.


