ઇતિહાસના પન્નાઓ પણ ઘણી તારીખો એવી છે કે, જેને ભૂલવા ઇત્છીએ તો પણ ભૂલાવી ના શકાય 13 એપ્રિલ 1919નો એ દિવસ જેને હાહાકાર મચાવી દીધો હતો. જલિયાવાલા બાગ હત્યાકાંડને આજે 104 વર્ષ થયા. વૈશાખીનોએ દિવસ કે જયારે અંગ્રેજ સરકારે પોતાની ક્રૂરતા દેખાડી હતી. રોલેટ એકટના વિરોધમાં જલિયાવાલા બાગમાં ભેગા થયેલા હજારો લોકો પર ગોળીઓ વરસાવીને નરસંહાર સર્જયો હતો.
આ ઘટનામાં હાજરો લોકો મોતને ઘાટ ઉતર્યા હતા. હજારો બાળકો અનાથ થયા હતા. હજારો સ્ત્રીઓ વિધવા થઇ હતી. હજારો માતા-પિતાએ પોતાના પુત્રો ગુમાવ્યા હતા અને હજારો પરિવારો તૂટયા હતા. આ ઘટનામાં 1650 ફાયર કરવામાં આવ્યા હતા. ઘણા લોકો આ ફાયરીંગથી બચવા માટે કુવામાં પણ કૂદી ગયા હતા. 200 જેટલા લોકો કુવામાં પડીને મૃત્યુ પામ્યા હતા. કહેવાય છેને કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી તેમજ આ સમગ્ર હત્યાકાંડ પછી જનરલ ડાયરને રાત-રાત સુધી ઉંઘ આવતી ન હતી. તેનું સ્વાસ્થય ખરાબ થઇ ગયું હતું અને થોડા દિવસોમાં તેનું શરીર લકવાગ્રસ્ત થઇ ગયું હતું. કહેવાય છે કે, જનરલ ડાયરના છેલ્લા શબ્દો હતા કે કેટલાક લોકો કહે છે કે, મે સારૂં કર્યુ કેટલાક કહે છે કે, મે બહુ ખોટું કર્યું મારે હવે મરવું છે. જેથી હું ભગવાને જઇને પૂછુી શકુ કે સારૂં કર્યુ હે ખરાબ આમ જનર ડાયર જીવ્યા ત્યાં સુધી આ ઘટના તેમના જીવનને સતત અસર કરતી રહી હતી. અંગ્રેજ સૈનિકોએ નાના-મોટા જોયા વગર 1600 ઉપર ગોળીઓ વરસાવીને સમગ્ર બાગને લોહિયાળ બનાવી દીધો હતો. કહેવાય છે કે, 1300થી વધુ લોકો આ હત્યાકાંડનો ભોગ બન્યા છે. આજે આ હત્યાકાંડને 104 વર્ષ પૂર્ણ થયા પરંતુ ત્યાંની દિવાલો પર આજે પણ મરનારાના નિશાનો મોજૂદ છે.