રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આજરોજ હાપાથી દિલ્હી કેન્ટ માટે પાંચ ઓક્સિજન ટેન્કર માલગાડી દ્વારા રવાના કરવામાં આવ્યા હતાં. જામનગર રિલાયન્સ રિફાઇનરી દ્વારા પાંચ ઓક્સિજન ટેન્કર મારફત કુલ 103.64 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન દિલ્હી માટે માલગાડી મારફત રવાના કરાયો હતો. આ ટ્રેન 1230 કિ.મી.નું અંતર કાપી દિલ્હી પહોંચશે. ભારતીય રેલવે લિક્વિડ મેડિકલ ઓક્સિજનના ઝડપી પરિવહન દ્વારા કોરોના મહામારીના ઉપચાર માટે ઓક્સિજન પહોંચાડવાની કાર્યવાહી કરી રહ્યું છે. પશ્ર્ચિમ રેલવે દ્વારા હાપાથી આજે સવારે 4:40 વાગ્યે દિલ્હી માટે ઓક્સિજન ટેન્કરની માલગાડી રવાના કરાઇ હતી. આ ઓક્સિજનની સપ્લાયઇ દિલ્હી અને આસપાસની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના ઉપયોગમાં લેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, પશ્ર્ચિમ રેલવે દ્વારા હાપાથી ચોથી ઓક્સિજન ટ્રેન રવાના કરાઇ હતી.