જામનગર મહાનગરપાલિકા દ્વારા જનરલ વોર્ડમાં મંજૂર થયા અનુસાર તા. 1-4-2021થી તા. 30-6-2021 સુધી વ્યવસાય વેરા ઉપર લાગેલ વ્યાજમાં 100 ટકા રાહત આપવામાં આવી છે. જેનો શહેરીજનોને લાભ લેવા જામનગર મહાનગરપાલિકાની યાદી જણાવે છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા વાર્ષિક હોલ્ડરો અને રજીસ્ટ્રેશન હોલ્ડરો પાસેથી વ્યવસાયવેરો ભરવા માટે વિવિધ કેટેગરીમાં વ્યવસાય વેરો ભરવાનો બાકી હોય તેવા વ્યવસાયકારોને જનરલ બોર્ડ દ્વારા મંજૂર થયા અનુસાર તા. 1-4-2021થી તા. 30-6-2021 સુધી વ્યવસાય વેરા ઉપર લાગેલ વ્યાજમાં 100 ટકા રાહત આપવામાં આવી છે. જે વ્યવસાયકારોને વેરો ભરપાઇ કરવાનો બાકી હોય તેમને વ્યવસાયવેરો તા. 30-6-2021 સુધીમાં ભરપાઇ કરી 100 ટકા વ્યાજમાફીનો લાભ લેવા અનુરોધ કરાયો છે. ઇ.સી. ધારકોનો વ્યવસાયવેરો જામનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, દરેક સિવિક સેન્ટર, રિક્વરી વેન તથા ઓનલાઇન www.mcjamnagar.com અને એચડીએફસી બેંક, આઇડીબીઆઇ બેંક, નવાનગર બેંકની તમામ બ્રાંચમાં પણ ભરપાઇ કરી શકાશે.