જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2006 પહેલાની (તા. 31-03-2006 સુધીની રેન્ટ બેઈઝ પદ્ધતિ મુજબની) મિલ્કત વેરા તથા વોટર ચાર્જની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી આપવા જાહેર કરાયેલી ‘વ્યાજ માફી યોજના’ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
તા. 13/02/2026 થી તા. 23/02/2026 દરમ્યાન યોજનાનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આ અવધિ દરમિયાન કુલ 2,984 કરદાતાઓએ લાભ લીધો છે અને રૂ.95,10,214/- ની આવક નોંધાઈ છે. આ દરમિયાન રૂ.4,31,42,810 જેટલી વ્યાજ માફી આપવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા આગામી તા. 13/02/2026 થી તા. 31/03/2026 સુધી તમામ બાકી રકમ એકમૂઠે ભરપાઈ કરનાર નાગરિકોને 100% વ્યાજ માફી તથા પેનલ્ટીમાં સંપૂર્ણ રાહત આપવામાં આવશે. આ યોજના હાઉસ ટેક્સ, વોટર ચાર્જ, વ્યવસાય વેરો, કારખાના લાયસન્સ ફી, દુકાનના ચડત ભાડા સહિત તમામ પ્રકારના ટેક્સ અને ચાર્જીસ પર લાગુ પડશે.
View this post on Instagram
ઓનલાઈન વેરો ભરનાર કરદાતાઓને 2% વધારાનું વળતર (વધુમાં વધુ રૂ. 250/- સુધી) આપવામાં આવશે.
વેરાની રકમ નીચે મુજબ સ્વીકારવામાં આવશે:
જામનગર મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેકશન વિભાગ ખાતે., શહેરના સીટી સિવિક સેન્ટરો – સરુ સેકશન, રણજીતનગર, ગુલાબનગર, ગ્રીન સિટી તથા સમર્પણ સર્કલ ખાતે., જામનગર શહેરની એચ.ડી.એફ.સી. બેંક, નવાનગર કો-ઓપરેટિવ બેંક, આઈ.ડી.બી.આઈ. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ ખાતે., મોબાઈલ ટેક્સ કલેકશન વેન (ઓન કોલ ટેક્સ કલેકશન) મારફતે., મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટwww.mcjamnagar.com તથા JMC CONNECT મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ચુકવણી કરી શકાશે.
નાગરિકોને અનુરોધ છે કે વ્યાજના વધતા ભારણ, રીકવરી તથા મિલ્કત જપ્તીની કાર્યવાહીથી બચવા આ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અપીલ કરવામાં આવી છે.


