Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયખેડૂત આંદોલનના 100 દિવસ પૂરાં: વધુ બે ખેડૂતોના મોત !

ખેડૂત આંદોલનના 100 દિવસ પૂરાં: વધુ બે ખેડૂતોના મોત !

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ નવા ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અને એમએસપીને કાયદાકીય માન્યતા આપવાની માંગ સાથે 100 કરતા વધુ દિવસથી ખેડૂતો દિલ્હીની અલગ-અલગ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. એવામાં રવિવારે સવારે આંદોલનમાં સામેલ એક 55 વર્ષની ખેડૂતે આત્મહત્યા કરી લીધી હોવાનો ખુલાસો થયો હતો. ખેડૂતે ટિકરી-બહાદુરગઢ સરહદ પર ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

- Advertisement -

તપાસ દરમિયાન ખેડૂત દ્વારા લખાયેલ એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે સરકારને ત્રણે કૃષિ કાયદા પરત લેવાની અપીલ. આત્મહત્યા કરનારા ખેડૂતે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે સરકારને હાથ જોડીને વિનંતી છે કે, મરનારાની અંતિમ ઇચ્છા પૂરી કરે. મારી અંતિમ ઇચ્છા એજ છે કે, સરકાર કૃષિ કાયદા પરત લે અને ખેડૂતોને ખુશી ખુશી ઘર મોકલી દે.

આત્મહત્યા કરનારા ખેડૂતે અન્ય આંદોલનકારી ખેડૂતોને સંદેશો પણ આપ્યો હતો કે મારુ બલિદાન વ્યર્થ ન જાય અને કાળા કૃષિ કાયદાઓને રદ કરાવીને જ ઘરે પરત ફરે. આ પહેલા ટિકરી બોર્ડર પર આંદોલન કરી રહેલા એક ખેડૂતનું હ્રદયરોગનો હુમલો થતાં મોત નીપજ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular