જામનગરના સિક્કા ગામે રહેતા જીવરાજ રણછોડ લાઠીયાએ સિક્કા ગામે પંચવટી કોલોનીમાં લલીતાબેન ગોકળદાસ કુંડલીયાના મકાનમાં ભાડુઆત તરીકે રહેતા હોય, લલીતાબેન ગોકળદાસ કુંડલીયાએ ભાડાવાળી મિલકત સિન્ડિીકેટ બેંક (હવે કેનેરા બેંક)માં તારણમાં મૂકી બેંક લોન મેળવી હતી. જે લોનની રકમ ભરપાઇ ન થતાં બેંક દ્વારા તારણ મુકેલ મિલકત કબજો મેળવવા અંગે સરફેસી એકટ મુજબ જામનગર કલેકટર સમક્ષ અરજી કરી હતી. જે અરજીના કામે જામનગર કલેકટકરએ સિન્ડીકેટ બેંક (હવે કેનેરા બેંક)ને સદરહુ તારણ મૂકેલ મિલકતનો કબજો સોંપવા અંગે હુકમ કર્યો હતો. મામલતદાર-જામનગર (ગ્રામ્ય) દ્વારા સદરહુ કેકટરના હુકમ મુજબ તારણ મૂકેલ મિલકત બેંકને સોપવા અંગે નોટીસ ઇસ્યૂ કરવામાં આવતા જીવરાજ રણછોડ લાઠીયાએ જામનગર દિવાની અદાલત સમક્ષ તા. 27-1-23ના રોજ વાદવાળી તારણમાં મૂકેલ મિલકતમાં પોતે ભાડુઆત હોય, ભાડુઆતી હક્કોના રક્ષણ મેળવવા કલેકટરના હુકમ મુજબની મામલતદાર-જામનગર (ગ્રામ્ય)ના કબજો ખાલી કરવા તથા બેંકને સોંપવા અંગેની કાર્યવાહી રદ્ કરવા જામનગર દિવાની અદાલત સમક્ષ સિન્ડીકેટ બેંક તથા મામલતદાર-જામનગર (ગ્રામ્ય) વગેરે સામે દિવાની દાવો દાખલ કર્યો હતો.
જીવરાજ રણછોડ લાઠીયાએ સદરહુ દાવો દાખલ કરતાં અરજી તથા રુબરુ રજૂઆતો ધ્યાને લઇ જામનગરના પાંચમા એડી. સીની. સીવલ જજ એન.એન. પાથરએ સરફેસી એકટની જોગવાઇઓ ધ્યાને લઇને સિન્ડીકેટ બેંકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને વાદી જીવરાજ દ્વારા કરેલ હકુમત ન હોવા છતાં તેમજ દિવાની અદાલત સમક્ષ ખોટી અને બોગસ હકીકતો ઉભી કરી ખોટી રજૂઆતો કરી પ્રતિવાદી બેંકના ખોટી રીતે સીવીલ લીટીગેશનમાં ઉતારી આર્થિક મોટુ નુકસાન પહોંચાડેલ હોય તથા અદાલતનો પણ કિંમતી સમય બગાડેલ હોય, રૂા. 10 હજાર ખોટા દાવો કરવા બદલ જમા કરાવવા તથા પ્રતિવાદી સિન્ડીકેટ બેંકને રૂા. 5 હજાર તથા મામલતદાર-જામનગર (ગ્રામ્ય)ને રૂા. 5 હજાર ચૂકવવા હુકમ કરેલ છે.
આ કામમાં પ્રતિવાદી બેંક સિન્ડીકેટ બેંક તરફે વકીલ હેમલસિંહ બી. પરમાર તથા સુમિત કે. વડનગરા રોકાયેલ હતાં.