Monday, February 23, 2026
Homeરાજ્યજામનગરફલ્લામાંથી ચલણી નોટોના આંકડાનો જુગાર રમતા 10 ખેલંદાઓ ઝડપાયા

ફલ્લામાંથી ચલણી નોટોના આંકડાનો જુગાર રમતા 10 ખેલંદાઓ ઝડપાયા

પંચકોષી એ ડિવિઝન પોલીસનો દરોડો : રોકડ અને બાઇક સહિત રૂા. 1,57,140નો મુદામાલ કબ્જે

જામનગર તાલુકાના ફલ્લા ગામમાં જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે ચલણી નોટોના આંકડાનો જુગાર રમતાં 10 શખ્સોને પોલીસે રૂા. 1,57,140ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ જુગારના દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના ફલ્લા ગામમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં ચલણી નોટોના આંકડા વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઇ એ. આર. પરમારટ તથા સ્ટાફએ રેઇડ દરમ્યાન ચંદ્રેશભાઇ ભાઇલાલ ધમસાણિયા, યોગેન્દ્રસિંહ કિરીટસિંહ સોઢા, મોમ ઉર્ફે મોકલો દેવા બાંભવા, રોહિત માંડા બાંભવા, જયસુખ ગિરધર વરિયા, નાગજી ગિરધર વરિયા, રાજ જયસુખ વરિયા, ટીડા ભૂરા બાંભવા, સંદીપ નારણ રાઠોડ અને હિતેન્દ્રસિંહ ભીખુભા પરમાર સહિતના 10 શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 11,140ની રોકડ રકમ અને રૂા. 66 હજારની કિંમતના 3 મોબાઇલ ફોન, રૂા. 80 હજારની કિંમતની ત્રણ બાઇક મળી કુલ રૂા. 1,57,140ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular