Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતનવસારી નજીક ગોઝારા અકસ્માતમાં 10ના મોત

નવસારી નજીક ગોઝારા અકસ્માતમાં 10ના મોત

- Advertisement -

ગુજરાતના નવસારી નજીક આજે વહેલી સવારે એક ફોરચ્યુનર કાર અને ખાનગી બસ વચ્ચે ગંભીર અકસ્માતમાં કુલ 10 લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો બુક્ડો બોલી ગયો હતો. કારમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. આ લોકો ભરુચની ખાનગી કંપનીમાં નોકરીમાં કામ કરતા હતા. આ અકસ્માત અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ સંવેદના વ્યક્ત કરતી ટ્વિટ કરી હતી. બસમાં સવાર મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હતી જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

- Advertisement -

મળતી વિગત મુજબ આજે વહેલી સવારે નવસારીના વેસ્મા ગામ નેશનલ હાઈવે નંબર 48 પર એક ફોરચ્યુનર કારના ચાલકને જોકુ આવી જતા અકસ્માતની ઘટના બની હતી. આ ઘટના એટલી ભયાનક હતી કે 7 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા. ફોરચ્યુર્ન કાર બેકાબુ બની ગઈ હતી અને સીધી જ એક લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારનો કુરચો થઈ ગયો હતો. અકસ્માતની વધુ વિગત મુજબ આ ફોરર્ચ્યુનર કાર વલસાડથી ભરુચ જતી હતી અને તેના ડ્રાઈવરે કાબુ ગુમાવતા અમદાવાદથી ભરુચ તરફ જતી ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનાની જાણ જિલ્લા તંત્ર તેમજ પોલીસ તંત્રએ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલાકિ કાર્યવાહી કરી હતી.

નવસારી નજીક પરથાણ પાસે અકસ્માતમાં નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30 (ભરૂચ) ફોર્ચ્યુનરનો ડ્રાઈવર, જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, (ભાદાજાળીયા, ધોરાજી), જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, (પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ) ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24 (ગુંદાળા, રાજકોટ), જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, (અંકલેશ્વર, ભરૂચ) મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે ( જાંબુડા, જૂનાગઢા, નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, (નાના વરાછા, સુરતા પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23 (પાણીની ટાંકી પાસે રાજકોટ), ગણેશ મોરારભાઇ ટંડેલ (કોલક ગામ, વલસાડ)નો સમાવેશ થાય છે.

- Advertisement -

આ ગંભીર અકસ્માતમાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિના મોત થયા હતા જ્યારે ઈજાગ્રસ્ત લોકોને નજીકની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ સારવાર દરમિયાન ત્રણ વ્યક્તિના મોત થયા હતા. આ ગંભીર અકસ્માતમાં બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમા તેનું મોત થયુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular