Sunday, September 8, 2024
Homeરાષ્ટ્રીયનાસિકમાં ટ્રક-બસ વચ્ચે અકસ્માતમાં 10નાં મોત

નાસિકમાં ટ્રક-બસ વચ્ચે અકસ્માતમાં 10નાં મોત

મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાના વળતરનું એલાન

- Advertisement -

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સિન્નર શિરડી રોડ પર પઠારે નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક ખાનગી લક્ઝરી બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. આ બસ અકસ્માત ઈશાનેશ્વર મંદિર પાસે થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. નાસિક એસપીના જણાવ્યા પ્રમાણે કુલ 10 લોકોના મોત થયા છે. આ મૃતકોમાં 6 મહિલાઓ, 2 પુરૂષો અને 2 બાળકો સામેલ છે. પોલીસે જણાવ્યું કે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

- Advertisement -

જોકે પોલીસનું કહેવું છે કે, આંકડો ઓછો કે વધુ હોઈ શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બસમાં કુલ 56 મુસાફરો હતા. જેમાંથી મોટાભાગના લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક મુસાફરોને સારવાર માટે શિરડીની સુપર હોસ્પિટલ અને નાસિક ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે, ઘાયલોના સંપૂર્ણ આંકડા આવવાના બાકી છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિ.માં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તમામ હોસ્પિટલોમાંથી રિપોર્ટ એકત્ર કરી રહી છે.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન પ્રમાણે નાસિક શિરડી હાઇવે પર અકસ્માતમાં મૃતકોના પરિવારને પાંચ-પાંચલાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સરકારે આ માર્ગ અકસ્માતની તપાસના પણ આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે આદેશ આપ્યો છે કે, અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને મફત સારવાર કરવામાં આવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular