જામનગર તાલુકાના બેડ ગામના ટોલનાકા નજીક સર્વિસ સ્ટેશન પાસેના રોડ પરથી ખંભાળિયાના ભંગારના વેપારીની રૂા.1.37 લાખની રોકડ રકમ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં તુલસીપાર્ક વિસ્તારમાં રહેતાં અને ભંગારનો વેપાર કરતા દેવેનભાઈ રણછોડભાઈ મોદી નામનો યુવાન ગત તા. 7 ના રોજ રવિવારે બપોરના સમયે ત્રણ વાગ્યાના અરસામાં જામનગર તાલુકાના બેડ ગામમાં ટોલનાકાથી આગળ ક્રેઈનના સર્વિસ સ્ટેશન પાસેના રોડ પર હતો તે દરમિયાન 25 વર્ષના અજાણ્યા કાળા કલરનો સફેદ ડીઝાઈનવાળો શર્ટ અને ક્રીમ કલરનું નાઈટ પેન્ટ પહેરેલ શખ્સે વેપારીના રૂા.1,37,000 ની રોકડ રકમ ચોરી કરી ગયો હતો. આ અંગેની જાણ વેપારી દ્વારા કરવામાં આવતા હેકો જે એમ જાડેજા તથા સ્ટાફે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.