Wednesday, March 11, 2026
Homeસમાચારરાષ્ટ્રીયસુપ્રીમ કોર્ટે પહેલીવાર ઈચ્છામૃત્યુને આપી મંજૂરી; ગાઝિયાબાદના 30 વર્ષીય હરીશ રાણા 13...

સુપ્રીમ કોર્ટે પહેલીવાર ઈચ્છામૃત્યુને આપી મંજૂરી; ગાઝિયાબાદના 30 વર્ષીય હરીશ રાણા 13 વર્ષથી અચેતન અવસ્થામાં પથારીવશ

કોઈ રિકવરીની સંભાવના ના હોવાથી લાઈવ સપોર્ટ સિસ્ટમ દૂર કરીને ઈચ્છામૃત્યુની આપી મંજૂરી

સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ઈચ્છા મૃત્યુનો મુદ્દો છવાયેલો છે. આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે સુપ્રીમ કોર્ટે પહેલીવાર 31 વર્ષીય હરીશ રાણાના કેસમાં પૈસિવ યૂથેનેસિયાન માંગ સ્વીકારી છે. 31 વર્ષીય હરિશ રાણા છેલ્લા 13 વર્ષથી કોમામાં છે. તેના પરિવારે ઈચ્છા મૃત્યુ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે હરીશ રાણાને ઈચ્છા મૃત્યુ આપવાની અરજી સ્વીકારી છે. હવે હરીશ રાણાને મૃત્યુ આપવાની પ્રક્રિયા શરુ થશે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે એક અત્યંત સંવેદનશીલ અને પીડાદાયક મામલામાં મહત્વનો નિર્ણય આપ્યો છે. 13 વર્ષથી અચેત અવસ્થામાં પથારીવશ રહેલા ગાઝિયાબાદના યુવક હરીશ રાણાને ‘પેસિવ યુથેનેશિયા’ (ઈચ્છામૃત્યુ)ની મંજૂરી આપવામાં આવી છે. પોતાના 100 ટકા દિવ્યાંગ પુત્રની હાલત જોઈ ન શકતા માતા-પિતાએ કોર્ટ સમક્ષ આ માગણી કરી હતી.

આ મામલે જસ્ટિસ જે.બી. પારદીવાલાની ખંડપીઠે દિલ્હીની AIIMS હોસ્પિટલ પાસે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો. નિષ્ણાત તબીબોની ટીમે રિપોર્ટમાં જણાવ્યું હતું કે હરીશના સ્વાસ્થ્યમાં હવે કોઈ સુધારો થવાની શક્યતા નથી. આ રિપોર્ટના આધારે કોર્ટે જણાવ્યું કે કોઈ વ્યક્તિને અસહ્ય પીડામાં અનિશ્ચિત સમય સુધી જીવંત રાખવું યોગ્ય નથી.

- Advertisement -

આ દુખદ ઘટના વર્ષ 2013માં બની હતી. તે સમયે હરીશ રાણા ચંદીગઢમાં અભ્યાસ કરતો હતો. હોસ્ટેલના ચોથા માળેથી પડી જતાં તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારથી છેલ્લા 13 વર્ષથી તે પથારીવશ અને અચેત અવસ્થામાં હતો. લાંબા સમય સુધી પથારીવશ રહેવાને કારણે તેના શરીરમાં ગંભીર ઘા પણ પડી ગયા હતા.

દીકરાની આ સ્થિતિથી વ્યથિત બનેલા માતા-પિતાએ અંતે સુપ્રીમ કોર્ટમાં ઈચ્છામૃત્યુની મંજૂરી માટે અરજી કરી હતી. કોર્ટે ‘પેસિવ યુથેનેશિયા’ની મંજૂરી આપી છે, જેમાં દર્દીને જીવંત રાખવા માટે આપવામાં આવતા કૃત્રિમ લાઈફ સપોર્ટ, જેમ કે વેન્ટિલેટર અથવા ફીડિંગ ટ્યુબ, ધીમે ધીમે હટાવી લેવામાં આવે છે જેથી કુદરતી રીતે મૃત્યુ થઈ શકે.

- Advertisement -

ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારદીવાલાએ કહ્યું કે આ નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ દર્દીની સ્થિતિ અત્યંત દુખદ છે અને માનવીય દૃષ્ટિકોણથી નિર્ણય લેવાયો છે.

ઈચ્છા મૃત્યુ એટલે શું ?
ઈચ્છા મૃત્યુ એટલે એવી પ્રક્રિયા જેમાં ગંભીર રીતે બીમાર વ્યક્તિ કે જે સ્વસ્થ થાય તેવી કોઈ આશા જ ન બચી હોય તેવા વ્યક્તિને જાણી જોઈને મોત આપવું. આવો નિર્ણય એટલા માટે લેવામાં આવે છે કે વ્યક્તિને વધારે પીડા ભોગવવી ન પડે. જેમકે હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી કોમામાં છે. તેના માટે તેના માતા-પિતાએ જ ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી હતી.

કોણ છે હરીશ રાણા ?
31 વર્ષીય હરીશ રાણા ગાઝિયાબાદનો રહેવાસી છે. વર્ષ 2013 માં હરીશ રાણા પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તે સમયે તે હોસ્ટેલના ચોથા માળેથી નીચે પટકાયો હતો. જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તે કોમામાં સરી પડ્યો હતો. ત્યારથી હરીશ રાણા લાઈફ સપોર્ટ સિસ્ટમ, ફુડ પાઈપ સહિતની ટ્રીટમેન્ટના આધારે કોમામાં છે. 13 વર્ષથી તેની સ્થિતિમાં સારવાર બાદ પણ કોઈ સુધારો જોવા નથી મળ્યો.

ઈચ્છા મૃત્યુના પ્રકાર
સક્રિય ઈચ્છામૃત્યુ – આ પ્રક્રિયામાં ડોક્ટર દર્દીને ઘાતક દવાના ઈંજેકશન આપે છે અને દર્દીનું મોત થઈ જાય છે.
પૈસિવ અથવા નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ – આ પ્રક્રિયામાં દર્દીને જીવતો રાખવા માટે જે મશીનનો ઉપયોગ થતો હોય છે જેમકે વેંટિલેટર, ફીડિંગ ટ્યૂબ વગેરે હટાવી દેવામાં આવે છે. તેને આપવામાં આવતી દવાઓ બંધ કરી દેવામાં આવે છે જેથી દર્દી સ્વાભાવિક રીતે તેની બીમારીના કારણે જ મૃત્યુ પામે છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular