લાલપુરમાં તા.8ના ભરબજારે એક શખ્સ જાહેરમાં દારૂનો નશો કરીને દંગલ મચાવી રહ્યો હતો. અને બેફામ વાણીવિલાસ કર્યો હતો. આ અંગેનો વિડીયો વાયરલ થયો હતો. જેને લઇ લાલપુરના પીઆઇ કે.એલ. ગળચરની સુચનાને આધારે લાલપુર પોલીસે વિડીયોની ખરાઇ કરીને ખંડુ ઉર્ફે ભાવેશ જેતરે મોરે નામના શખ્સને ઝડપી લઇ લાલપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની પુછપરછ દરમિયાન શખ્સ મજુરી કરતો હોય દારૂ પીવાની ટેવ હોવાનું અને લાલપુર ટાઉન ધરારનગર વિસ્તારમાં ચીકનવાળાની દુકાનમાંથી દારૂ મેળવ્યો હોવાનું અને પોતે નશામાં હોય એક અજાણ્યા શખ્સે તેનો વિડીયો ઉતાર્યો હોય અને તેને કહેલ તે મુજબ પોતે નશામાં પોલીસ વિશે બોલ્યો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે લાલપુર પોલીસે દારૂ પુરો પાડનાર આસીફ હાસમ ઘુઘા નામના શખ્સને પણ ઝડપી લઇ બન્ને શખ્સો વિરૂઘ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


