જામનગરના કનસુમરાના પાટીયા પાસે સતવારા સમાજ યુવા જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કનસુમરાના પાટીયા પાસે મયુર એવન્યુમાં યુવાનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જામનગર જિલ્લા સતવારા સમાજના પ્રમુખ જમન રાઠોડ, જામનગર જિલ્લા યુવા મોરચાના મહામંત્રી આશિષ પરમાર, જામનગર જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ભનાબાપા ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા, જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર ભરતભાઈ પરમાર, ઉદ્યોગપતિ માવજીભાઈ નકુમ, મનસુખ ખાણધર, જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખ કણજારીયા, ગામના સરપંચ કાનાભાઈ પરમાર સહિત અનેક હોદેદારો ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ ભોજાણીએ હાજરી આપી હતી અને યુવાનો સાથે સંવાદ કર્યો હતો. ખાસ કરીને હાલના જમાનામાં જ્યારે સોશિયલ મીડિયાનો ક્રેશ શોધતો જઈ રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં ફરતા ખોટા મેસેજથી દૂર રહેવા યુવાનોને અપીલ કરી હતી. તેમજ 1500 જેટલા યુવાન હોય, આગામી તા. 7ના રોજ ભાજપની તરફેણમાં સતવારા સમાજનું 100 ટકા મતદાન થાય તેઓ સંકલ્પ કર્યો હતો.