Friday, January 16, 2026
Homeરાજ્યહાલારશેઠવડાળા નજીક વીડીમાં તરૂણીની ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા

શેઠવડાળા નજીક વીડીમાં તરૂણીની ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં મજુરી કામ કરતી તરૂણીએ ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના થયૈજા ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં રહીને મજૂરી કામ કરતા કાંતુભાઈ ભુંડીયાભાઈ દેવધા નામના યુવાનની પુત્રી ટીનાબેન કાંતુભાઇ દેવધા (ઉ.વ.13) નામની તરૂણીએ ગુરૂવારે બપોરના સમયે શેઠવડાળા બીટ વિસ્તારમાં સિંધવની ખાણ સામે આવેલી વીડીમાં અગમ્ય કારણોસર ઝાડમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની અનિલભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.કે. ચૌહાણ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તરૂણીએ કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગેની જીણવટભરી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular