આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અનુસંધાને ESIC દ્વારા તા.7 થી 21 જૂન દરમ્યાન “યોગા પખવાડિયા” ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ESIC જામનગર બ્રાન્ચ ઓફિસ દ્વારા ESIS જનરલ હોસ્પિટલના સહયોગથી જામનગરની અગ્રગણ્ય બેટરી ઉદ્યોગમાં નામના ધરાવતી કંપની Goldstar Battery Limitedમાં તારીખ 13 જૂનના રોજ એક યોગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ESIS જનરલ હોસ્પિટલ ના ડો. દેવયાનીબેન દ્વારા Goldstar Battery Limited સ્ટાફને વિવિધ યોગાસન કરાવામાં આવ્યા તથા તેમને યોગા કરવા ના ફાયદા સમજાવામાં આવેલા. આ પ્રસંગે Goldstar Battery Limitedના એમડી નવનીતભાઇ પાનસરા તથા પ્રણવભાઈ હાજર રહેલા હતા. આ તબ્બકે ESIC બ્રાન્ચ ઓફિસ જામનગરના અમરભાઈ ગંઢેચાએ સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ Goldstar Battery Limited ના એમડી નવનીતભાઇ પાનસરાનો આભાર વ્યક્ત કરેલ તથા તેના દ્વારા સ્ટાફ વેલ્ફેરના કરવામાં આવતા કાર્યોની નોંધ લઈ ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.