હવાઈ મુસાફરી માટે નીકળીએ અને વિમાનમાં ચડતાની સાથે જ મોબાઇલ ફોનને ફલાઈટ મોડમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. આ પાછળનું સાચું કારણ બહુ ઓછા લોકો જાણતા હશે ત્યારે એક પાઈલટએ માહિતી શેર કરી જણાવ્યું હતું.
તમારા ફોનમાં એરપ્લેન મોડ બટન એ કોઇ ષડયંત્રનો ભાગ નથી. જ્યારે તમે આ પ્રોટોકોલને ફોલો કરવાનું ભુલી જશો તો તેનાથી પ્લેન આકાશમાંથી પડશે નહીં અને ઓન બોર્ડ સિસ્ટમાં કઈ ખામી સર્જાશે નહી પરંતુ જો તમે તમારા ફોન એરપ્લેન મોડમાં ન રાખો તો પાઈલટ અને ટ્રાફિક કંટ્રોલ ટાવર વચ્ચેના રેડિયો સંચારમાં ડીસ્ટર્બ કરશો.
પાઈલટે તેનો અનુભવ શેર કરતાં કહ્યું હતું કે, તાજેતરની ફલાઈટ દરમિયાન તેઓ જ્યારે હેડસેટનો ઉપયોગ કરી સુચનો લઇ રહ્યા હતાં ત્યારે તેને વચ્ચે ડીસ્ટબર્ન્સ અનુભવાઈ રહ્યો હતો. જેના કરણે તેઓને ફાઈટ સુચનોની કોપી કરવામાં ડીસ્ટબન્સ થઈ રહ્યું હતું. અને કાનમાં ભમરીનો અવાજ આવે તેવો અવાજ આવી રહ્યો હતો. જો પ્લેનમાં 70, 80 કે 150 લોકો સવાર હોય તેમાંથી 3 કે 4 ના ફોન રેડિયો ટાવર સાથે જોડાનો પ્રયાસ કરે તો તે રેડિયો તરંગો પાયલોટના હેડસેટમાં દખલ કરે છે.
માટે જ્યારે તમે વિમાનમાં પ્રવેશો છો ત્યાંથી લઇને એરક્રાફટ પરત જમીનને સપર્ષતું ન થઈ જાય ત્યાં સુધી તમામ સેલ્યુલર ફોન ચાલુ ન કરવા સુચના આપવામાં આવે છે. ત્યારે આપણે પણ આ નિયમો અને સુચનોનું પાલન કરીને આપણી નૈતિક જવાબદારી સમજીને પ્લેનમાં ચડીએ ત્યારે ફોનને એરપ્લેન મોડ પર અચુક મુકવુ જોઇએ.