Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં કયારે આવશે કોરોનાની ત્રીજી લહેર અને કેટલી હશે પીક ? જાણો…

દેશમાં કયારે આવશે કોરોનાની ત્રીજી લહેર અને કેટલી હશે પીક ? જાણો…

- Advertisement -

ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઇને કેટલાંક અનુમાનો જાહેર કરવામાં આવ્યાં છે. જે મુજબ બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરની પીક અડધી હતી. જયારે મોતનો આંકડો પણ ઓછો હશે. ઉપરાંત ઓકટોબર અથવા તો નવેમ્બરમાં ત્રીજી લહેરની પીક આવી શકે છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે જો કોવિડ પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલનના કરવામાં આવ્યું તો ઓક્ટોબર-નવેમ્બરમાં ત્રીજી લહેર પોતાની પીક પર હોઈ શકે છે. જો કે વૈજ્ઞાનિકોનું એ પણ કહેવું છે કે બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેરમાં દરરોજ આવનારા કેસોની સંખ્યા અડધી હોઈ શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ ગત વર્ષે કોરોના સંક્રમણના કેસોનું અનુમાન લગાવવા માટે એક પેનલની રચના કરી હતી.

આ પેનલનું માનવું છે કે ઓક્ટોબર-નવેમ્બરમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરનો પીક હોઈ શકે છે. મનિન્દ્ર અગ્રવાલ ઉપરાંત આ પેનલમાં આઇઆઇટી હૈદરાબાદના એમ. વિદ્યાસાગર, ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના ડેપ્યુટી ચીફ (મેડિકલ) લેફ્ટનન્ટ જનરલ માધુરી કાનિતકર પણ સામેલ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ત્રીજી લહેર દરમિયાન કોરોનાના નવા કેસ 1.5થી 2 લાખની વચ્ચે આવી શકે છે. આ બીજી લહેરના પીકથી અડધું હશે.

બીજી લહેર દરમિયાન 7 મેના 4.14 લાખ કેસ નોંધાયા હતા. મનિન્દ્ર અગ્રવાલનું કહેવું છે કે જો કોઈ નવું વેરિયન્ટ આવે છે તો ત્રીજી લહેર વધારે ઝડપથી ફેલાઈ શકે છે. જો કે તેમનું એ પણ કહેવું છે કે વેક્સિનેશનની ઝડપ ત્રીજી અને ચોથી લહેરની સંભાવનાઓ ઓછી કરી શકે છે. તેમનું કહેવું છે કે જો આપણે આશાવાદી રહ્યા તો એ માનીને ચાલી શકીએ છીએ કે ત્રીજી લહેરમાં દરરોજ 50 હજારથી 1 લાખની વચ્ચે કેસ આવી શકે છે. પેનલના બીજા સભ્ય એમ. વિદ્યાસાગરનું કહેવું છે કે, ત્રીજી લહેરમાં હોસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યા ઓછી હોઈ શકે છે.

આ માટે તેમણે યુકેનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, યુકેમાં જાન્યુઆરીમાં દરરોજ 60 હજાર નવા કેસ આવ્યા 1,200થી વધારે મોત થઈ રહ્યા હતા, પરંતુ ચોથી લહેરમાં નવા કેસની સંખ્યા ઓછી થઈને 21 હજાર અને મોતની સંખ્યા 14 પર આવી ગઈ. તેમણે કહ્યું કે આની પાછળ વેક્સિનેશનની મોટી ભૂમિકા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular