Friday, January 10, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસશિયાળામાં ફાટેલા હોઠ પર શું લગાડવાથી હોઠનો રંગ જળવાઈ રહે..??? જાણો....

શિયાળામાં ફાટેલા હોઠ પર શું લગાડવાથી હોઠનો રંગ જળવાઈ રહે..??? જાણો….

શિયાળાની સીઝન આવી ગઇ છે આ સીઝનમાં હોઠ ફાટવાની તકલીફ થતી જોવા મળે છે. ત્યારે ઘણીવખત ઘરેલું આયુર્વેદિક ઉપચાર અપનાવાથી હોઠનો રંગ જળવાઈ રહે છે.

- Advertisement -

શિયાળામાં ઠંડા પવન અને શુષ્ક વાતાવરણને કારણે હોઠ વારંવાર ફાટવા લાગે છે. હોઠ શુષ્કતા અને તિરાડોનો શિકાર બને છે. શિયાળામાં ભેજનો અભાવ હોય છે જેના કારણે હોઠની ત્વચા સુકાઇ જાય છે. જેનાથી બચવા માટે ઘરેલું ઉપચાર કરવાથી હોઠને કોમળ બનાવી શકાય છે.

- Advertisement -

ઘી-માખણ :
ઘી અને માખણ બંને ત્વચા માટે પોષ્ટિક છે. રાત્રે સુતા પહેલાં હોઠ પર થોડું ઘી કે માખણ લગાવાથી તે નેચરલ મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે.

મધ:
મધ એક કુદરતી હાઈડ્રેટીંગ એજન્ટ છે અને તે એન્ટીબેકટેરિયલ ગુણોથી ભરપુર છે. મધને હોઠ પર લગાવી થોડીવાર પછી ધોઇ લો તે હોઠને કોમળ અને સ્વસ્થ રાખે છે.

- Advertisement -

નારિયેળ તેલ :
નારિયેલના તેલમાં એન્ટીઓકસીડન્ટો અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. જે સુકા અને ફાટેલા હોઠને ઠીક કરવામાં મદદ કરે છે. શિયાળામાં દિવસમાં ઘણી વખત ારિયેલ તેલન ઉપયોગ કરવો જોઇએ.

એલોવેરા જેલ:
એલોવેરા જેલનો ઉપયોગ હોઠની સોજો અને બળતરા ઘટાડવા માટે કરી શકાય છે. તેમાં ઠંડકનો ગુણ છે. જે હોઠને રાહત આપે છે. અને તેને ફાટતા અટકાવે છે.

- Advertisement -

પાણી :
વસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરનો ભેજ જળવાઈ રહે અને હોઠ ફાટવાની સમસ્યા ઓછી થાય છે.

તલનું તેલ:
આયુર્વેદમાં તનાતેલનું ખૂબ મહત્વ છે. તેનાથી હોઠને ભેજ મળે છે. નિયમિતપણે તલનું તેલ લગાવવાથી સુકા અને ફાટેલા હોઠથી બચી શકે છે.

બદામનું તેલ :
બદામમાં વિટામિન ઈ અને એન્ટીઓકસીડેન્ટ હોય છે. જે હોઠને નરમ બનાવે છે. રાત્રે સુતા પહેલાં બદામનું તેલ લગાવો.

ગુલાબજળ :
ગુલાબજળમાં ત્વચાને ઠંડક અને ભેજ આપવાના ગુણ હોય છે. તેને કોટન બોલથી હોઠ પર લગાવો. તેનાથી હોઠ હાઇડ્રેટ રહેશે અને સોજો ઓછો થશે.

લીમડાનું તેલ :
લીમડાનું તેલ એન્ટીબેકટેરીયલ અને એન્ટીફંગલ છે. જે ફાટેલા હોઠમાં ચેપનું જોખમ ઘટાડે છે અને હોઠને ફરીથી સ્વસ્થ અને કોમળ બનાવે છે.

કપુર અને સરસવનું તેલ :
કપુરન અને સરસવના તેલનું મિશ્રણ હોઠને ભેજ અને આરામ આપે છે. કપુરની ઠંડક પણ હોઠ પરની બળતરા ઘટાડે છે. અને સરસાનું તેલ ત્વચાને નરમ બનાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular