જામનગર શહેરમાં નુરી ચોકડી પાસેથી દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની મળેલી બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે વોચ ગોઠવી બાઈકને આંતરીને તલાસી લેતા રૂા.9,000 ની કિંમતની 18 બોટલ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં નૂરી ચોકડી વિસ્તારમાંથી એકસેસ બાઈક પર શખ્સ દારૂના જથ્થા સાથે પસાર થવાની પો.કો. વિક્રમસિંહ જાડેજા અને હેકો રવિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે નુરી ચોકડી પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબની જીજે-10-ડીએલ-0091 નંબરનું એકસેસ બાઈક પસાર થતા પોલીસે એકસેસને આંતરીને નાજીર હાસમ ખફી અને ફૈઝલ હસન લાયજી નામના બે શખ્સોની તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.9000 ની કિંમતની દારૂની 18 બોટલ મળી આવતા પોલીસે 50 હજારની કિંમતની એકસેસ બાઈક અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.59,000 ના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.