ખંભાળિયાના યોગેશ્ર્વરનગર વિસ્તારમાં રહેતા અને અત્રે રેલવે સ્ટેશન રોડ ઉપર વ્રજ કોમ્પલેક્ષમાં ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામથી ઓફિસ ધરાવતા રવિભાઈ રામભાઈ નંદાણીયા નામના યુવાનની ઓફિસના શટરનું તાળું તોડી, ગત તારીખ 30 મીના રોજ રાત્રિના સમયે કોઇ તસ્કરો આ ઓફિસમાં રાખવામાં આવેલું રૂપિયા 5,000 ની કિંમતનું લેપટોપ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 9,700 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.