લાલપુર તાલુકાના ગલ્લા ગામના વાડી વિસ્તારમાં આવેલા મજૂરી કામ કરતા શ્રમિક યુવાને નિસંતાન હોવાથી ચિંતામાં લીમડાના ઝાડમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ગલ્લા ગામના વાડી વિસ્તારમાં આવેલી શકિતસિંહના ખેતરમાં મજૂરી કામ કરતો હિરેનભાઈ નથુભાઈ સાડમીયા (ઉ.વ.33) નામના યુવાનના 10 વર્ષ પહેલાં લગ્ન થયા હતાં અને લગ્ન જીવન દરમિયાન સંતાન થયું ન હતું. તેમજ રકતપિતની બીમારી થઈ હતી. દરમિયાન 10 વર્ષથી નિસંતાન હોવાના કારણે ચિંતામાં અને દુ:ખી રહેતા હિરેને ગુરૂવારે રાત્રિના સમયે તેના ખેતરમાં આવેલા લીમડાના ઝાડ પર દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના ભાઈ સંજયભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ કે.કે. ચાવડા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.