ગુજરાત પર એક તરફ ‘બિપોરજોય’ વાવાઝોડું હવે આગામી 24 કલાક કચ્છના જખૌ નજીક લેન્ડફોલ થવા માટે ધસમસી રહ્યું છે અને રાજયમાં વ્યાપક વરસાદની શકયતા દર્શાવાઈ રહી છે તે સમયે હજું પણ ભારતના નૈઋત્યના ચોમાસા પર અનિશ્ર્ચિતતાના વાદળો યથાવત છે અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા હવે નૈઋત્યના ચોમાસામાં આગામી ચાર સપ્તાહ ચિંતા ઉપજાવનારા રહેશે તેવી આગાહી કરી છે.
જેના કારણે દેશભરમાં ખરીફ પાક વાવણીના ચિત્ર પર પણ અસર થશે. સ્કાયમેટ એ અગાઉ જ ચોમાસું નબળું રહેશે તેવી આગાહી કરી હતી અને ખાસ કરીને ‘અલનીનો’નો પ્રભાવ ભારતના ચોમાસા પર કયારે અને કેવો રહેશે તે પણ હજું નિશ્ર્ચિત નથી તે સમયે સ્કાયમેટ દ્વારા એકસટેન્ડેક રેન્જ પ્રીડીકશન સીસ્ટમ મારફત આગામી ચાર સપ્તાહમાં એટલે કે તા.6 જુલાઈ સુધી વરસાદની સ્થિતિ ખૂબ જ અનિયમિત અને સુકી હશે તેવું જણાવ્યું છે અને નૈઋત્યના ચોમાસાના આ જ સમયગાળો દેશભરમાં ખરીફ પાકની વાવણી અને તેના પર પ્રથમ વરસાદ માટે ખૂબજ મહત્વનો હોય છે. સ્કાયમેટના જણાવ્યા મુજબ દેશના મધ્ય અને પશ્ર્ચિમ ભાગો જે નૈઋત્યના ચોમાસા પર સૌથી વધુ આધારિત હોય છે તેમાં આ પ્રારંભીક તબકકાના વરસાદની અછતનો સામનો કરશે. નૈઋત્યનું ચોમાસું એક સપ્તાહ વિલંબીત ભારતમાં ચાલુ છે અને તે બાદમાં અત્યંત ઝડપથી આગળ વધ્યું પણ તેનો પ્રારંભીક પ્રભાવ જોવા મળતો નથી અને ચોમાસુ છેક ગોવા-કોકણ પહોંચી ગયું છે પણ વ્યાપક વરસાદ નથી. વાવાઝોડા બિપોરજોયના કારણે ચોમાસાનો પ્રારંભ મોડો થયો અને તે તા.15 સુધીમાં મહારાષ્ટ્ર-ઓડીસા અને અડધા તેલંગાણા ઉપરાંત છતીસગઢ, ઝારખંડ અને બિહારને કવર કરી લેવું જોઈએ. પરંતુ હાલ ચોમાસુ ફરી ઉતરપુર્વ પશ્ર્ચિમી કિનારા પુરતું જ મર્યાદીત છે અને તેને આગળ વશ્રધવા માટે જરૂરી કોઈ નવી સીસ્ટમ ભવિષ્યમાં બંગાળના અખાતમાં ઉદભવે તેવા કોઈ સંકેત જોવા મળતા નથી. હવામાન વિભાગે અગાઉ જ જૂન માસમાં ચોમાસાની ખાધ રહેશે તેવી આગાહી કરી હતી પણ જુલાઈ ઓગષ્ટમાં સારા વરસાદની પણ અપેક્ષા દર્શાવાઈ છે. જો કે હજું અલનીનોના પ્રભાવ પર નજર છે.