કેન્દ્ર સરકારે દૃેશના વધુ 13 એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો તથા દિૃલ્હી,મુંબઈ, બેંગ્લુરુ અને હૈદૃરાબાદૃ એરપોર્ટની બાકી બચેલી હિસ્સેદૃારી વેચવાનો નિર્ણય કર્યો છે. ગત મહિને થયેલી સચિવોની કમિટીની બેઠકને ટાંકીને ટોચના સૂત્રોએ જણાવ્યું કે પહેલેથી જ ખાનગી હાથોમાં સોંપી દૃેવાયેલા આ ચાર એરપોર્ટમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાની બાકી બચેલી હિસ્સેદૃારી વેચી દૃેવામાં આવશે. સરકારે ખાનગીકરણ માટે વધુ 13 એરપોર્ટની પસંદૃગી કરી છે. 2.5 લાખ કરોડની મૂડી ભેગી કરવા માટે સરકારે એરપોર્ટના ખાનગીકરણનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દિૃલ્હી, મુંબઈ, બેંગ્લુરુ અને હૈદૃરાબાદૃ એરપોર્ટમાં એરપોર્ટ ઓથોરિટીની હિસ્સેદૃારી વેચવા કેબિનેટની મંજૂરી લેશે. ટૂંક સમયમાં કેબિનેટમાં આ મુજબનો પ્રસ્તાવ લાવવાની પણ વાત ચાલી રહી છે. આ ચાર એરપોર્ટનું સંચાલન ખાનગી સેક્ટરની સાથે જોઈન્ટ વેન્ચરમાં કરાઈ રહૃાું છે.
સૂત્રોના જણાવ્યાનુસાર જે 13 એરપોર્ટને ખાનગીકરણ માટે પસંદૃ કરાયા છે તેમાંથી નફાકારક અને બિન નફાકારકવાળા એરપોર્ટને સામેલ કરવામાં આવશે. ખાનગીકરણ દૃરમિયાન શ્રેષ્ઠ પેકેજ આકર્ષિત કરવાનો ઉદ્દેશ છે. આપને જણાવી દૃઈએ કે પહેલા તબક્કામાં કેન્દ્ર સરકારે ગત વર્ષે લખનઉ, અમદૃાવાદૃ, જયપુર, મેંગ્લુરુ, તિરુવનંતુપુરમ અને ગુહવાટી એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હતું.
સમગ્ર દૃેશભરમાં 100 કરતા પણ વધારે એરપોર્ટનું સંચાલન નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાના હાથમાં છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સેદૃારી અદૃાણી ગ્રુપની માલિકી છે જ્યારે બાકીની 26 ટકા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાની છે. આવી રીતે દિૃલ્હી ઈન્ટરનેશનલ એપોર્ટમાં 54 ટકા હિસ્સેદૃારી જીએમઆર ગ્રુપની અને 26 ટકા હિસ્સેદૃારી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાની છે.