Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયRBIએ વ્યાજદર યથાવત રાખ્યા જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડયું

RBIએ વ્યાજદર યથાવત રાખ્યા જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડયું

ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેકટર માટે રૂા. 15,000 કરોડની બેન્કોને ફાળવણી

- Advertisement -

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.5 ટકા યથાવત રાખ્યો છે, જ્યારે GDP ગ્રોથનું અનુમાન 9.5% રાખ્યું છે. ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી ની દર બે મહિને થનારી ત્રણ દિવસીય સમીક્ષા બેઠક આજે પૂરી થઈ છે. રિઝર્વ બેન્કે નીતિગત દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે મોનિટરી પોલિસીએ નક્કી કર્યું છે કે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે. RBI

- Advertisement -

એ અગાઉ 4 એપ્રિલે પણ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈપણ ફેરફાર કર્યો ન હતો.

રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.5 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. આ સિવાય અન્ય દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એનો અર્થ એ થયો કે લોકોના લોનના EMIમાં કોઈ ફેર પડશે નહિ અને એ યથાવત રહેશે. કોરોનાના કારણે બરબાદ થઈ ચૂકેલા ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સેક્ટરને સરકારે કોઈ જ રાહત આપી નથી. જોકે આ સેક્ટરને હવે રિઝર્વ બેન્કના માધ્યમથી રાહત અપાઈ રહી છે. રિઝર્વ બેન્કના ગવર્નરે શુક્રવારે મૌદ્રિક નીતિની સમીક્ષાની જાહેરાત કરતા કહ્યું કે બેન્કોના માધ્યમથી આ સેક્ટરને રાહત આપવામાં આવશે. રિઝર્વ બેન્કના ગવર્નરે શુક્રવારે મૈદ્રિક નીતિની સમીક્ષાની જાહેરાત કરતા કહ્યું કે 15 હજાર કરોડ રૂપિયાની કેશની વ્યવસ્થા બેન્કોને અપાશે.

- Advertisement -

તેનાથી બેન્ક હોટલ, ટૂર ઓપરેટર, રેસ્ટોરન્ટ, પ્રાઈવેટ બસ ઓપરેટર વગેરેને સસ્તી લોન આપી શકશે. રિઝર્વ બેન્કે અનુમાન લગાવ્યું છે કે નાણાંકીય વર્ષ 2021-22માં GDP ગ્રોથ 9.5 ટકા રહી શકે છે. આ આંકડો સારો છે જોકે રિઝર્વ બેન્કના પહેલાના 10.5 ટકાના અનુમાનથી ઓછો છે. રિઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું કે મોનસૂન સામાન્ય રહેવાનુ અનુમાન છે અને તેના કારણે ગ્રામીણ માંગ મજબૂત રહેશે, જેના કારણે GDP માં સારો વધારો જોવા મળવાનું અનુમાન છે. શક્તિકાંત દાસે કહ્યું કે અર્થવ્યવસ્થાને સપોર્ટ આપવા માટે આરબીઆઈ 17 જૂને 40 હજાર કરોડ રૂપિયાની જી-સિક્યોરિટીઝ (ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ) ખરીદશે. બીજા ત્રિમાસિકમાં 1.20 લાખ કરોડ રૂપિયાની જી-સિક્યોરિટીઝ ખરીદવામાં આવશે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ભારતનો વિદેશી પૂંજી ભંડાર 600 બિલિયન ડોલરની પાર જઈ શકે છે. MPCએ 31 માર્ચ 2026 સુધી વાર્ષિક મોંઘવારી દરને 4 ટકા પર જાળવી રાખવાનું લક્ષ્ય આપ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular