Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકાપડઉદ્યોગનાં તાણાંવાણાંનું ધ્યાન રાખે સરકાર : ટેકસટાઇલ ઉદ્યોગમાં રાડ

કાપડઉદ્યોગનાં તાણાંવાણાંનું ધ્યાન રાખે સરકાર : ટેકસટાઇલ ઉદ્યોગમાં રાડ

અમદાવાદ-વડોદરા-સુરતમાં જીએસટી મામલે ઉદ્યોગમાં નારાજગી: હજારો લોકો રોજગારી ગુમાવે તેવી દહેશત

- Advertisement -

ફેબ્રિક્સ અને ગારમેન્ટ પરના ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સના દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવાની જીએસટી કાઉન્સિલ દ્વારા મૂકવામાં આવેલી દરખાસ્તનો અમદાવાદ, સુરત અને ગુજરાત સહિતના ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી વ્યાપક વિરોધ થવા માંડયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ઇન્સ્પેક્ટર રાજ જતું રહ્યું હતું તે પાછા આવવાની અને ગુજરાતની શાન ગણાતા કાપડ ઉદ્યોગને આ વધારો ગુંગળાવી નાખશે તેવી શક્યતા છે.

ભારતભરના ટેક્સટાઇલના મોટા 21 એસોસિયેશને યોજેલી ઝૂમ મિટિંગમાં આ મુદ્દે ચર્ચા કરીને તેનો વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ટેક્સટાઇલમાં યાર્ન પર 18 ટકા અને રેડીમેઇડ ગારમેન્ટ પર 12 ટકા તથા ફેબ્રિક્સ પર 5 ટકા જીએસટી લેવામાં આવે છે. જીએસટીની ક્રેડિટ વેપારીઓના જીએસટીના પોર્ટલ પર જમા પડી જ રહી છે. તેમને તે પાછી મળતી નથી. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે જીએસટી કાઉન્સિલ ફેબ્રિક્સ અને રેડીમેડ’ ગારમેન્ટ પરનો જીએસટી 12 ટકા કરી દેવાનો નિર્ણય લેવાની દરખાસ્ત મૂકી છે.

મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે અત્યારે રૂા.1000થી ઓછી કિંમતના રેડીમેઇડ ગારમેન્ટ પર 5 ટકા જીએસટી લેવાય છે. રૂા.1000થી વધુ કિંમતના રેડીમેડ ગારમેન્ટ પર 12 ટકા જીએસટી લેવામાં આવે છે. દરેક સંગઠનોએ ફેબ્રિક હોય કે કોટન હોય તેની પર જીએસટી 5 ટકા જ રાખવો જોઈએ. અમે લોકો પણ આ બાબતે વિચારી રહ્યા છીએ. ભારતમાં રૂા.1000 નીચેના ગારમેન્ટોનું 90 ટકાથી વધુ વેચાણ થઈ રહ્યું છે. તેની પર 12 ટકા લાદવામાં આવે તો કપડું મોંઘુ પડે તેમજ ભારતમાં બાંગ્લાદેશથી શૂન્ય કરસંધિથી ડંપ કરી રહ્યા છે તેમાં વધારો થશે.

રોજગારી આપતો ઉદ્યોગ બંધ થવાને આરે આવશે. આ બાબતે જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો એકંદરે સરકારની આવક ઘટશે. આપણે એ ભૂલવું ન જોઈએ કે 2016માં નોટબંધી, 2017માં જીએસટી અને 19-20માં કોરોના એમ સળંગ ચાર વર્ષથી સતત કટોકટીમાં વેપારીઓ બહાર આવી શક્યા નથી. કાપડનો ધંધો આમ તો ઉધારીનો છે, છ છ મહિને પેમેન્ટ આવે છે, તેથી વેપારીઓની વર્કિંગ કેપિટલ રોકાઈ જશે તો અંતે ઉદ્યોગોનો ભોગ જ લેવાશે. આમ સરકારે આ દરખાસ્ત પાછી ખેંચવી જોઈએ પરંતુ તેને પરિણામે અમદાવાદની 70થી 80 હજાર સહિત સુરતની 65,000 દુકાન તેમજ રાજકોટ, જેતપુરના દુકાનોના ધંધા પર અસર પડશે. ઉપરાંત પ્રોસેસ હાઉસ અને અન્ય કારખાના માટે અસ્તિત્વ ટકાવી રાખવાનું મુશ્કેલ બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular