Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસમર્પણ સર્કલ નજીક દુકાનદારની નજર ચૂકવી રોકડની ઉઠાંતરીના કેસમાં બે શખ્સો ઝડપાયા

સમર્પણ સર્કલ નજીક દુકાનદારની નજર ચૂકવી રોકડની ઉઠાંતરીના કેસમાં બે શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરમાં સમર્પણ સર્કલ નજીક મહિલા વેપારીને વાતુમાં ઉલજાવી રોકડ રકમની ચોરી કરનાર આરોપીઓને સિટી સી પોલીસે રૂા.24 હજારની રોકડ રકમ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, તાજેતરમાં જામનગર શહેરમાં સમર્પણ સર્કલ નજીક વાસાવિરા સોસાયટી ગોલ્ડનનેસ્ટ કોમ્પલેક્ષમાં સહાજાનંદ સેનેટરી નામની દુકાનમાં મહિલા વેપારી ભાવનાબેનને વાતોમાં ઉલજાવી બે શખ્સોએ ટેબલના ખાનામાંથી રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. આ કેસમાં સિટી સી પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ અને કંટ્રોલ રૂમના કેમેરા ચેક કરતાં ચોરીના સમયે મોટરસાઈકલમાં બે શખ્સો પસાર થતા હોય અને તેની હીલચાલી શંકાસ્પદ લાગતા પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા વિપુલભાઈ સોનગરા દ્વારા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી સી પોલીસ દ્વારા દિપક પ્રવિણ કોળી તથા અજય રાજેન્દ્ર ડાભી નામના બે શખ્સોને રૂા.24 હજારની અલગ અલગ ચલણી નોટોની રોકડ તથા રૂા.30 હજારની કિંમતના જીજે-10-ડીએલ-2753 નંબરના હીરો સ્પ્લેન્ડર પ્લસ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

આ કાર્યવાહી સિટી સીના પીઆઈ કે.એલ.ગાધે, પીએસઆઇ કે.આર. સિસોદીયા, હેકો ફેજલ ચાવડા, પ્રદિપસિંહ જાડેજા, જાવેદભાઈ વજગોળ, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. ખીમશીભાઇ ડાંગર, વિજયભાઈ કાનાણી, હિતેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિ શર્મા, પો.કો. વિપુલભાઇ સોનગરા, હરદીપભાઈ બારડ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular