Monday, December 23, 2024
Homeરાજ્યટાટા કંપની દ્વારા લોકડાઉનમાં યુવાનોએ ગામના બાળકોને શિક્ષણ કાર્યમાં મદદ કરી

ટાટા કંપની દ્વારા લોકડાઉનમાં યુવાનોએ ગામના બાળકોને શિક્ષણ કાર્યમાં મદદ કરી

વોલેન્ટીયર વર્ગ - લોકડાઉન સમયે શિક્ષણ માટેનો એક વૈકલ્પિક અને પ્રેરણારૂપ પ્રયાસ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકામાં સી.એસ.પી.સી. સંસ્થા ટી.સી.એસ.આર.ડી. અને ટાટા ટ્રસ્ટના સહયોગથી ઓખામંડળ તાલુકાની 96 પ્રાથમિક શાળાઓમા શેક્ષણિક ગુણવતા સવર્ધન કાર્યક્રમ થકી શિક્ષણ આપવાનું કાર્ય અવિરત પણે ચાલતું હતું.

- Advertisement -

પરંતુ માર્ચ 2020 થી સંપૂર્ણ દેશમાં કોરોનાના કારણે લોકડાઉન અમલમાં આવ્યું અને સ્વાભાવિક રીતે તેની અસર બાળકોના શિક્ષણ પર પડી. બાળકોનું શિક્ષણ કાર્ય ન ખોરવાય તે માટે સી.એસ.પી.સી. દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો. વોલેન્ટીયર વર્ગ લોકડાઉન પછીના બીજા મહિનામાં સી.એસ.પી.સી. ના ફેસીલેટરો દ્વારા ઓખામંડળની 96 શાળામાંથી જુદા જુદા વિસ્તારની 12 શાળાઓની મુલાકાત કરી હતી. તેમાં મુખ્ય શિક્ષક અને શિક્ષક સાથે રહીને બાળકોને ઓફલાઇન શિક્ષણ મળી રહે તે માટે એજ્યુકેશન ફેસીલેટર અને કૉમ્યુનિટી ફેસીલેટર દ્વારા ઘરે ઘરે જઈને 108 બાળકોનો સર્વે કર્યો અને વાલીઓને મળ્યા. તો જાણવા મળ્યું કે હકીકતમાં ઓનલાઈન શિક્ષણ 20% જેટલા જ બાળકો લઈ રહ્યા છે. તેમાં 80% બાળકોને શિક્ષણના પ્રવાહમાં જોડવા એક મોટો પડકાર હતો. તેમાં ધોરણ 1 અને 2 માટે કોઈ શૈક્ષણિક કાર્ય થયેલું જોવા મળ્યું નહોતું. 

સી.એસ.પી.સી. સંસ્થાના ફેસિલેટરએ સરેરાશ જાણકારી મેળવી કે જે બાળકો શિક્ષણથી વંચિત છે તે બાળકો માટે શું આયોજન કરી શકાય તેના માટે શાળા ક્ક્ષાએ આચાર્ય અને શિક્ષકો પાસેથી ટેકનોલોજીથી વંચિત બાળકોની યાદી મેળવી. શાળાને ઉપયોગી થતાં એસ.એમ.સી. સભ્યો  કે શિક્ષણમાં રસ ધરાવતા ગ્રામજનો પાસેથી માહિતી લઈ ગામમાં કોરોનાના કારણે બાળકો શિક્ષણથી વંચિત છે. તેના માટે કોઈ વોલેન્ટીયર મેળવવા માટે કામ કર્યું હતું. જેમાં અનેક પડકારોનો સામનો કરવો પડયો હતો. જેવા કે ગામમાં કોઈ શિક્ષિત વ્યક્તિ ન મળવો, વર્ગ ચલાવવા માટે યોગ્ય જગ્યા ન મળવી, પણ એ.એસ.પી.સી. સંસ્થાના ફેસિલેટરોના પ્રયત્નોના કારણે જાન્યુઆરી 2021 સુધીમાં 70 જેટલા વોલેન્ટીયર વર્ગ શરૂ કર્યા. જેમાં ધોરણ 1 થી 5 ના બાળકો પ્રત્યક્ષ શિક્ષણ જોડવામાં આવ્યા હતા. 

- Advertisement -

તે માટે સરપંચ તથા પંચાયત સભ્યોને મળીને આપણા આ વર્ગની વાત કરીને ગામમાં કોઈ એક સુરક્ષિત જગ્યા શોધી આપવા મદદ માંગી.  ત્યારબાદ ગામમાં કોણ – કોણ સૌથી વધારે ભણેલું છે તેવા યુવાનોની શાળા તથા ગામના અન્ય લોકો પાસેથી નામની યાદી લીધી. યાદી લઈને ગામમાં આ યુવાનોના ઘરે ફરીને તેમને આ વર્ગોમાં બાળકોને ભણાવવા માટે રાજી કર્યા તથા તેમને તેમના આ કામ બદલ સી.એસ.પી.સી., ટી.સી.એસ.આર.ડી., અને ટાટા ટ્રસ્ટનું એક સર્ટિફિકેટ આપવામાં આવશે, તેવી તેમની સાથે ચર્ચા કરવામાં આવી. તેમની આ સેવાથી પોતાના ગામના બાળકોનું શિક્ષણ બગડતું અટકશે તેવી પ્રેરણા આપવામાં આવી. બાળકોને ઘરે ઘરે જઈને તેમના વાલીઓને આ વર્ગમાં તેમના બાળકોને મોકલવા માટે સહમત કર્યા. જ્યાં જ્યાં વાલીઓને કોરોનાનો ભય હતો ત્યાં તેમનો ભય દૂર કરવા જરૂરી સૂચનો આપ્યા. એ.એસ.પી.સી. સંસ્થા દ્વારા માસ્ક અને સેનિટાઈઝર આપ્યા હતા. કોરોના વિશેની સાચી સમજ આપી. બાળકોમાં આરોગ્યલક્ષી જાણવણી જેવા કે હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ,યોગ્ય રીતે માસ્ક પહેરવું, અંતર રાખીને બેસાડવા જેવા સૂચનો આપીને બાળકો અને વોલેન્ટીયરને કોરોનાની ગાઈડલાઈન મુજબ સભાન કર્યા.    શરૂઆતમાં શિક્ષકો આ પહેલમાં જોડાવા સમંત ન હતાં. ત્યારબાદ મહોલ્લા વર્ગ ચાલુ થયું હોવાથી શિક્ષકો આ વર્ગોમાં ભણાવવા આવે છે.એકમ કસોટી, ઘરે શીખીએ, સત્રાંત કસોટીના પેપરો વગેરેમાં આપણાં આ વર્ગ મદદરૂપ થઈ રહ્યા છે.

ઓખામંડળમાં સમયાંતરે અનેક વિધ પ્રકારની સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ટાટા જૂથની વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા લોક ઉપયોગી કાર્યો કંપનીના ઉત્તરદાયિત્વ પ્રત્યેની નિષ્ઠા પ્રદર્શિત કરી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular