આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ તે આપણાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સલ્ફર ડાયોક્સાઇડ એક તીખી ગંધ સાથેનો રંગહીન ગેસ છે જે આપણી હવામાં હોય તો એક ખતરો ઉભો કરે છે. હવામાં આ ગેસની હાજરી આપણાં શ્વસનતંત્ર અને રક્તવાહિનીઓ માટે હાનિકારક બને છે.
ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને અન્ય પાંચ સંસ્થાઓનાં નવ સંશોધકોએ ગુજરાત માટેનાં તાજેતરનાં સેટેલાઇટ ડેટા અભ્યાસમાં અમદાવાદ, ગાંધીનગર અને ખંભાળિયા સહિત 15 સ્થળોએ સલ્ફર ડાયોક્સાઇડનું ઉચ્ચ પ્રમાણ શોધી કાઢયું હતું,આ શહેરોમાં સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર સરેરાશ 300 માઇક્રોમોલ પ્રતિ ચોરસ મીટર હતું.
આ અભ્યાસ ગુજરાતનાં સલ્ફર ડાયોક્સાઈડ હોટસ્પોટ્સની ઓળખ માટે ઉપગ્રહ સેન્ટીનેલનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો અને જીઓમેટિક્સ જર્નલમાં પ્રકાશિત થયો હતો. તે લ્ફર ડાયોક્સાઇડ ્રદૂષણનાં ભયજનક સ્તરને ઉજાગર કરે છે.
સમગ્ર ગુજરાતમાં ઓળખવામાં આવેલાં 15 હોટસ્પોટમાં, રાજ્યનું સૌથી મોટું શહેર, અમદાવાદ પણ સામેલ છે. સશોધન દર્શાવે છે કે મદાવાદમાં ઉચ્ચ સલ્ફર ડાયોક્સાઇડનું પ્રદૂષણ છે, ખાસ કરીને શિયાળા અને પૂર્વ ઉનાળાનાં મહિનાઓમાં આ સ્તર વધુ હોય છે. અમદાવાદનો ઔદ્યોગિક વિસ્તાર, અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા અને ગાઢ શહેરીકરણ આ સ્તરને વધુ વધારે છે. અભ્યાસ મુજબ “ગુજરાતમાં હોટસ્પોટમાં અવલોકન કરેલ સલ્ફર ડાયોક્સાઇડ સાંદ્રતા 10 થી 1000 વચ્ચે આવે છે, જેની સરેરાશ સાંદ્રતા 300 રહે છે,” આ આંકડામાં કોવિડ લોકડાઉન દરમિયાન નજીવો ઘટાડો પણ નોંધાવ્યો હતો સંશોધન જણાવે છે કે, અમદાવાદ વિવિધ સ્ત્રોતોને કારણે નોંધપાત્ર સલ્ફર ડાયોક્સાઇડ પ્રદૂષણનો સામનો કરે છે. ટેક્સટાઇલ એકમો અને ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓ સહિત શહેરનાં અસંખ્ય ઉદ્યોગો આ ગેસનાં ઉત્સર્જનમાં મોટો ફાળો આપે છે.
વધુમાં, સ્થાનિક પરિવહન વાહનો અને થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઉત્સર્જન સલ્ફર ડાયોક્સાઇડના સ્તરને વધારે છે. અન્ય ફાળો આપનારાઓમાં ચોખાના પ્રોસેસિંગ પ્લાન્ટ્સ, ફળ અને શાકભાજીનાં પ્રોસેસિંગ યુનિટ્સ અને કેટલીક બેકરીઓનો પણ સમાવેશ થાય છે. બીજી બાજુ, રાજ્યની રાજધાની ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન અને વાહનોનાં પ્રદૂષણ સહિતનાં અનેક પરિબળોને કારણે નોંધપાત્ર સલ્ફર ડાયોક્સાઇડ પ્રદૂષણ કરે છે. સમગ્ર ગુજરાતમાં 15 હોટસ્પોટ્સમાં સરેરાશ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 1000 સુધી પહોંી શકે છે, જે સરેરાશ 300 થી ધારે છે. વધુમાં સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર શિયાળા અને પૂર્વ-ઉનાળાના મહિનાઓમાં નોંધપાત્ર રીતે વધારે હોય છે. 2020 ના ગ્રીનપીસના અહેવાલ મુજબ, ભારત વિશ્વમાં સલ્ફર ડાયોક્સાઇડના સૌથી મોટા ઉત્સર્જકોમાંનું એક છે, ભારતે 2019 માં વૈશ્વિક ઉત્સર્જનમાં 15 ટકા થી વધુ સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્પાદન કર્યું હતું.