Thursday, November 21, 2024
Homeધર્મ / રાશિઆજથી હોળાષ્ટકનો પ્રારંભ: 8 દિવસ માંગલિક કાર્યો ઉપર રોક

આજથી હોળાષ્ટકનો પ્રારંભ: 8 દિવસ માંગલિક કાર્યો ઉપર રોક

- Advertisement -

હિન્દુ ધર્મમાં ભારે મહાત્મય ધરાવતા હોળી પર્વના દિવસો નજીક આવતાંની સાથે અબાલ વૃદ્ધોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. ધાર્મિક પરંપરાને આઘારે હોલિકાદહન અને બીજા દિવસે રંગોના પર્વ ધુળેટીની ઉજવણીને લઈને થનગનાટ દેખાઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વધુ વકરી રહ્યું છે, જેની હોળી-ધૂળેટીના તહેવારો પર સીધી અસર થઈ છે. રાજ્ય સરકારે રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવાર ઉજવણી પર શરતી મંજૂરી આપી છે. જેમાં હોળી પ્રગટાવવા માટે માત્ર જૂજ સંખ્યામાં જ લોકો હાજર રહી શકે તેની મંજૂરી આપી છે. જ્યારે ધૂળેટી પર રંગો ઉછાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. એવામાં આજથી હોળાષ્ટકની શરૂઆત સાથે જ હોળી પર્વ દસ્તક આપી રહ્યું છે.

- Advertisement -

રાજા હિરણ્યકશીપુ અને ભક્ત પ્રહલાદની લોકવાયકાને આધીન દર વર્ષે ફાગણ સુદ પૂર્ણિમાએ ઠેરઠેર હોલિકાદહન કરવામાં આવે છે. જીવનમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવાના ઉદ્દેશ સાથે હોળી પર્વના મહત્વને જોડવામાં આવે છે. હોળી પર્વના આઠ દિવસ પહેલાથી હોળાષ્ટકના આરંભ સાથે જ માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે.

જામનગરના જાણીતા જ્યોતિષ જીગર પંડ્યાએ જણાવ્યા અનુસાર આજે સવારે 7.11 મિનીટથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે. જે આગામી તારીખ 28/03/2021ના રોજ હોલિકા દહન પછી પૂર્ણ થશે. હોળાષ્ટકના કારણે 8 દિવસ શુભ કાર્યો વર્જિત ગણાય છે. આ હોળાષ્ટક દરમિયાન કોઈ પણ શુભકાર્ય કે મંગળકાર્ય કરવામાં આવતા નથી. એનું મુખ્ય કારણ એ છે કે હોળીના આઠ દિવસ અગાઉ જેને આપણે હોળાષ્ટક ગણીએ છીએ એ સમયમાં પૃથ્વી પર નકારાત્મક ઉર્જામાં ખુબ વધારો થઈ જાય છે. આ નકારાત્મક ઉર્જાના કારણે નિર્ણય લેવાની ક્ષમતા પ્રત્યેક વ્યક્તિઓમાં ઓછી થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular