જામનગર કસ્ટમ્સ પ્રિવેન્ટીવ કમિશનર રામનિવાસ દ્વારા બુધવારે જામનગર કસ્ટમ્સ કમિશનોરેટના જયુરીડીકશનમાં ફરજ બજાવતા 90 સુપ્રિ.ની અસર-પરસ બદલી કરવામા આવી છે જેમાં સંવેદનશીલ મનાતા સલાયામાં જામનગર ડી.આર.આઈ.માંથી આવેલા બોખાને નિમણુંક આપવામા આવી છે જયારે રાજકોટ જીલ્લાના એકમાત્ર બંદર નવલખી પર લોકેશ રાઘવને નિમણુંક આપવામા આવી છે.
કસ્ટમ્સમાં આવેલાઓને પોસ્ટીંગ આપવામા આવ્યા છે અને એક વર્ષથી સેન્સેટીવ ચાર્જમાં રહેલા સુપ્રિ.ને અરસ-પરસ બદલામાવામા આવ્યા છે.જામનગર કસ્ટમ્સ કમિશનરેટના ક્રીમ પોસ્ટીંગ મનાતા સિકકામાં ચાર સુપ્રિ.ને પોસ્ટીંગ આપવામા આવ્યું છે તો અગાઉ દાણચોરીની પ્રવૃતિ માટે કુખ્યાત બનેલા સલાયામાં જામનગર ડી.આર.આઈ.માં ફરજ બજાવી કસ્ટમ્સમાં આવેલા બોખાને પોસ્ટીંગ આપવામા આવ્યું છે આ ઉપરાંત રાજકોટ જિલ્લાના એકમાત્ર નવલખી પોર્ટ પર લોકેશ રાઘવને પોસ્ટીંગ આપવામા આવ્યું છે.પીપાવાવ કસ્ટમ્સ હાઉસ,અલંગ શીપબ્રેકિંગ યાર્ડ,હેડકવાર્ટર પ્રિવેન્ટીવમાં પોસ્ટીંગ આપવામા આવ્યા છે.સેન્સેટીવમાં ચાર્જમાં રહેલા સુપ્રિ.ને નોન-સેન્સેટીવ ચાર્જમાં મુકવામા આવ્યા છે જયારે નોન-સેન્સેટીવમાં રહેલા અને સેન્સેટીવ માટે ડયુ હોય તેવા સુપ્રિ.ને સેન્સેટીવમાં પોસ્ટીંગ આપવામા આવ્યું છે.
જામનગરના કસ્ટમ કમિશનરે સૌરાષ્ટ્રના એક સાથે 90 સુપ્રિટેન્ડેન્ટની બદલીઓ કરી
સલાયામાં ડીઆરઆઇના અધિકારી તથા સિક્કામાં 4 સુપ્રિટેન્ડેન્ટ