Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતરાજયભરના RTI કાર્યકર્તાઓ સંગઠિત થયાં

રાજયભરના RTI કાર્યકર્તાઓ સંગઠિત થયાં

- Advertisement -

તાજેતરમાં અમદાવાદ ખાતે સમગ્ર રાજયના અગ્રણી આરટીઆઇ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. આ મિટીંગ અમદાવાદના વેજલપુર ખાતે માહિતી અધિકાર ગુજરાત પહેલ ની ઓફિસે યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજયના માહિતી આયોગના તાજેતરના બે હુકમો સંદર્ભે વિરોધ પ્રગટ થયો હતો. અને આગામી દિવસોમાં આ મુદ્દે સમગ્ર રાજયમાં વિરોધ કાર્યક્રમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -

થોડા સમય પહેલાં રાજયના માહિતી આયોગે, બે અલગ-અલગ હુકમ કર્યા હતાં. જેમાં એક અરજદારને આરટીઆઇ અરજી કરવા પર અમુક સમય માટે અને એક અરજદારને આ પ્રકારની અરજી કરવા માટે આજીવન પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કાર્યકર્તાઓએ આયોગના આ હુકમોનો વિરોધ નોંધાવ્યો છે.

આયોગના એક હુકમમાં એવું જણાવવમાં આવ્યું છે કે,આરટીઆઇ એકટનો ઉપયોગ બદલો લેવા માટે કરી શકાય નહીં.

- Advertisement -

કાર્યકર્તાઓની દલીલ એવી છે કે, આયોગના આ હુકમો બંધારણના આર્ટિકલ 19નો ભંગ કરે છે. વ્યકિતગત આઝાદીનો ભંગ થાય છે. આગામી દિવસોમાં રાજયના વિવિધ કાર્યકર્તાઓ અને સંગઠનોને સાથે રાખીને આ હુકમો વિરૂધ્ધ રાજયવ્યાપી દેખાવો કરવામાં આવશે. આ હુકમો કાયદાના હાર્દની વિરૂધ્ધ છે એમ માહિતી અધિકાર ગુજરાત પહેલના કન્વીનર પંકિત જોગે જણાવ્યું છે.

અમદાવાદની આ બેઠકમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, પર્યાવરણ કાર્યકર્તા મહેશ પંડયા, ચિફ એકઝિકયૂટીવ અને સેક્રેટરી, જનપથ નેટવર્ક હરિણેશ પંડયા, આરટીઆઇ કાર્યકર્તા અલપેશ રાઠોડ, પંકજ ભટ્ટ અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

આ બેઠકમાં આ મુદ્દાઓ પર આયોગની સામે કેવા પ્રકારની કાનુની લડાઇ લડી શકાય? તે બાબતે પણ લંબાણપૂર્વક ચર્ચાઓ થઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular