અયોધ્યામાં રામ મંદિર બનવું જોઇએ એવું ભારતનો મોટો વર્ગ માને છે. એની સાથે હિન્દુઓની આસ્થા જોડાયેલી છે અને વર્ષો જૂનો આ વિવાદ સુપ્રીમ કોર્ટે ઉકેલ્યો અને મંદિર બનાવવાનો માર્ગ મોકળો થયો અને આ મંદિર માટે દેશમાંથી અનેવિદેશમાંથી કરોડોનું ફંડ એકત્ર થયું છે, કામકાજ શરૂ થયું છે અને એની સાથે વિવાદ પણ શરૂ થયો છે. એક જમીન ખરીદી અંગે વધુ નાણાં ચૂક્વાયાં છે, એવા આક્ષેપનો જવાબ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા અપાયો છે પણ હજુય આ વિવાદ પરપૂર્ણવિરામ મુકાયું નથી. યુપી સરકારે પણ આ મુદ્દે અહેવાલ માગ્યો છે. વડાપ્રધાન સુધી આ વાત પહોંચે એ સ્વાભાવિક છે.
રામ મંદિર ટ્રસ્ટ દ્વાર મંદિર સુધીનો રસ્તો ફોર લેન બનાવવા માટે જમીન ખરીદાઈ છે, એમાં 1.2 હેક્ટરની જમીનનો સોદો પ્રતિ સ્કેવર ફૂટ 1423 રૂપિયાના ભાવે થયો એ મુદ્દે વિવાદ થયો છે. આ જમીનનો ભાવ એક સોદામાં રૂ.2 કરોડ છે અને મંદિર દ્વારા થયેલા સોદામાં રકમ રૂ. 18.50 કરોડ છે અને 17 કરોડ એડવાન્સ ઓનલાઇન ચૂક્વાયા છે. આપ અને સપા દ્વારા અલગ અલગ પત્રકાર પરિષદમાં એવો આક્ષેપ થયો છે કે મંદિર દ્વારા આ જમીન ખરીદવામાં આવી એ પહેલા દસ મિનિટે આ જ જમીનનો સોદો રૂ. 2 કરોડમાં થયેલો અને પછી મંદિરના સોદાની રકમ રૂ. 18.5 કરોડ કેમ ? આ મુદ્દે વિવાદ શરૂ થતાં ટ્રસ્ટ દ્વારા ખુલાસો કરાયો છે કે આ સોદામાં કોઈ ગરબડ નથી. આ જમીનના જુદા જુદા સમયે નવ વખત સોદા થયા હતા અને એમાં ત્રણ મુસ્લિમ પણ છે. 2011માં રૂ. બે કરોડનો સોદો થયેલો એ પછી જમીનના ભાવ વધ્યા છે. મંદિર બનવાનું જાહેર થયું અને કામ શરૂ થયું એ કારણે અયોધ્યામાં જમીનના ભાવ આસમાને ગયા છે અને જે જમીનનો સોદો થયો છે એના અગાઉ થયેલા સોદા ઉભા હતા એ મુદ્દે જુદી જુદી વાતો સાંભળવા મળે છે. જો કે ટ્રસ્ટની વેબ સાઇટ પર ખુલાસો કરાયો છે અને મહામંત્રી ચંપતરાય દ્વારા બધા આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે.
પણ નવ સોદાઓ થયા છે એમાંકેટલીક વિગતો ખૂટે છે અને એમાંથી શંકા ઉભી થઈ છે. અહેવાલ એવા છે કે યુપી સરકારે પણ આ મુદ્દે અહેવાલમાગ્યો છે. રાય દ્વારા ખુલાસો થયો છે પણ ટ્રસ્ટના ચેરમેન અને મોદીના વિશ્વાસુ નૃપેન્દ્ર મિશ્રાએ કોઈ નિવેદન હજુ સુધી આપ્યું નથી. એક ટ્રસ્ટીએ કાઈ ખોટું થયું હશે તો તપાસ થશે એવુ કહ્યું છે અને અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય કહે છે કે કાંઈ ખોટું થયું નથી. હજુ તો મંદિરનો પાયો નખાયો ને ત્યાં વિવાદ શરૂ થયો છે. આ મંદિર માટે દેશના લોકોએ ઉમંગથી ફાળો આપ્યો છે. અત્યાર સુધીમાં રૂ. 5457 કરોડનું ફંડ થયું છે. હજુય કેટલુંક ફંડ ઉમેરાવાનુ છે. વિદેશના ફંડનો પ્રશ્ર્ન ઉભો છે અને ટ્રસ્ટ વિદેશનું ફંડ સ્વીકારવા માગતું નથી એવોય ખુલાસો થયો છે. ત્રણ માળનાં આ મંદિરમાં ફાઉન્ડેશનનું કામ ચાલે છે જે સષ્ટેમ્બરમાં પૂરું થઈ જશે. ટાટા કન્સલ્ટન્સી સહિતની અનેક એજન્સી આ કામમાં પ્રવૃત્ત છે. આ મંદિરમાં 1989માં શિલાન્યાસ માટે દેશભરમાંથી ઈંટ મગાવાઈ હતી એ 2.75 લાખ ઈંટ પણ આ મંદિરમાં વપરાવાની છે અને આ ઇંટ મુદે પણ એ વેળાએ આક્ષેપો થયા હતાં. હવે ફરી વિવાદ શરૂ થયો છે. 2023ના અંતપહેલાં મંદિરનું બાંધકામ પૂરું થઇ જવાની ગણતરી છે અને ત્યાં સુધીમાં વધુ કોઇ વિવાદનાથાયઅને નિર્વિધ્ને કામ પૂરું થયા એવી આશા રાખીએ તોએ વધુ પડતી નથી.