Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્...!!!

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકના સાનુકૂળ સંકેતો, પોઝિટિવ સ્થાનિક પરિબળો અને ચીની રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે દેવા પર ડિફોલ્ટ થઈ શકે છે તે ભય દૂર થવાથી બજારને ટેકો મળતા ગત સપ્તાહના શરૂઆતમાં બીએસઇ સેન્સેકસે ૬૦૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવી ૬૦૪૧૨ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૦૮૮ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી. જો કે સપ્તાહના અંતે વૈશ્વિક સ્તરે ઊંચકાતા ક્રૂડના ભાવ અને ઉદ્ભવેલ એનર્જી કટોકટીના અહેવાલ પાછળ ઊંચા મથાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી.

વૈશ્વિક એનજી ક્રાઈસીસમાં ચાઈના અને યુરોપના દેશો સપડાતાં વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડવાના એંધાણ અને એના પરિણામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થઈ રહેલા વધારાની નેગેટીવ અસર ભારતીય શેરબજારમાં જોવાઈ હતી. પ્રવર્તમાન વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિ ભારત માટે હંગામી ફાયદો કરાવનારી નીવડી મધ્યમથી લાંબાગાળા માટે મંદીની પરિસ્થિતિ ઊભી કરે અને વિવિધ ઉદ્યોગોમાં કાચા માલોની મોટી અછત ઊભી થવાની પરિસ્થિતિમાં ભારતીય ઉદ્યોગો પર મંદીમાં સરી પડવાની શકયતાએ ફંડો દ્વારા સાવચેતીમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજારમાં ઐતિહાસિક સ્તરેથી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વર્ષ ૧૯૯૦ની ૨૫ જુલાઈના સેન્સેકસે પહેલી વખત ૧૦૦૦ની સપાટી બતાવી હતી. ત્યારબાદ ગત માસે  ૬૦૦૦૦ની સપાટી પર પહોંચતા સેન્સેકસને ૩૧ વર્ષ લાગી ગયા છે. ૩૧ વર્ષમાં ૧૦૦૦ પોઈન્ટથી ૬૦,૦૦૦ પોઈન્ટસની સફરમાં બીએસઈ સેન્સેકસેમાં અનેક વખત ચડાવઊતાર જોવા મળ્યા છે. ક્યારેક રાજકીય કારણોસર તો કયારેક આર્થિક કૌભાંડોએ શેરબજારના આ ઈન્ડેકસે અનેક વખત પછડાટ ખાધી છે તો સાનુકૂળ બજેટ કે પછી રાજકીય સ્થિરતાના કિસ્સામાં સેન્સેકસમાં જોરદાર ઉછાળો પણ જોવા મળ્યો છે.  છેલ્લે કોરોનાને કારણે લોકડાઉન લાગુ કરાતા વર્ષ ૨૦૨૦ના માર્ચ માસમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો. 

- Advertisement -

ચાલુ કેલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૨૫%નો વધારો થયો છે. આ સાથે દુનિયામાં સૌથી વધારે વધનાર શેરબજાર બન્યુ છે. નિફ્ટીની વાત કરીયે તો ચાલુ કેલેન્ડર વર્ષે તેમાં ૨૭.૬૯%ની તેજી આવી છે. તો કોરોના મહામારીના કારણે માર્ચ ૨૦૨૦માં બનેલી ૨૫૯૮૧ની નીચી સપાટીથી અત્યાર સુધીમાં સેન્સેક્સ ૧૩૧% વધ્યો છે. તેવી જ રીતે આ સમીક્ષાધીન સમયગાળામાં નિફ્ટી ૧૩૪% ઉછળ્યો છે. આ દરમિયાન મીડકપે અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઝડપી તેજી રહેતા અનુક્રમે ૪૨% અને ૫૫%નો ઉછાળો જોવા મળ્યો છે.

સેન્સેકસની વર્તમાન ચાલ માટે અનેક તંદૂરસ્ત પરિબળો કામ કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. વૈશ્વિક સ્તરે  કોમોડિટીઝના ભાવમાં તેજી, લિક્વિડિટી, કોવિડ સામે લડતમાં સફળતા વગેરે જેવા પરિબળો ભારતીય શેરબજારને ટેકો આપી રહ્યા છે. સેન્સેકસની વૃદ્ધિની આ ગતિ જળવાઈ રહેશે તો આગામી વર્ષ ૨૦૨૨માં ૭૦,૦૦૦ પોઈન્ટની સપાટી પણ જોવા મળી શકે છે, જો કે અનેક જોખમો પણ તોળાઈ રહ્યા છે જે માં ચીનમાં એવરગ્રાન્ડેને લઈને નાણાંકીય અનિશ્ચિતતા, ફુગાવાના ઊંચા દર, અમેરિકા દ્વારા સ્ટીમ્યુલ્સ પાછા ખેંચવાની તૈયારી જેવી બાબતો તેજીની ચાલ સામે રુકાવટ બની શકે છે.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં ઓગસ્ટ ૨૦૨૧માં અંદાજીત રૂ.૬૨૯૪.૬૯ કરોડની ખરીદી તેમજ સપ્ટેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૫૯૪૮.૮૫ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટ ઓગસ્ટ ૨૦૨૧માં અંદાજીત રૂ.૨૫૬૮.૫૨ કરોડની વેચવાલી તેમજ સપ્ટેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૯૧૩.૭૭ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, ચાલુ મહિનામાં વિદેશી રોકાણકારો રોકાણ કરવાનું ચાલુ રાખી રહ્યા છે. બેન્ક ઓફ અમેરિકાના એક અહેવાલમાં મુજબ, આ વર્ષે સમગ્ર વિશ્વના બજારોમાં ૧૦૪૮ અબજ ડોલરની રકમ આવી છે. આંકડા દર્શાવે છે કે ભારતીય શેરબજારમાં તેજી દરમિયાન વિદેશી રોકાણકારોનો હિસ્સો ઓગસ્ટ સુધીમાં ૬૩૦ અબજ ડોલર હતો. જૂન સુધીમાં આ હિસ્સો ૫૯૨ અબજ ડોલરનો હતો. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બજારમાં સૌથી મોટી તેજી જોવા મળી અને ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. જો કે જે રીતે માર્કેટમાં તેજી આવી છે જેને જોતા માર્કેટની વેલ્યૂએશન ઘણી વધુ હોવાથી આગળ જતા કરેક્શન પણ જોવા મળી શકે છે.

શેરબજારમાં ઉછાળાને કેટલાક લોકો અર્થતંત્રમાં તીવ્ર સુધારાના સંકેત તરીકે જોઈ રહ્યા છે. પરંતુ શું શેરબજારને ખરેખર આર્થિક વૃદ્ધિના સૂચક તરીકે જોવું વ્યાજબી છે ખરું ? કારણ કે ભલે શેરબજાર ઉડાન ભરી રહ્યું હોય પરંતુ દેશમાં બેરોજગારી અને ઉત્પાદન જેવા અન્ય આર્થિક સૂચકાંકોના આંકડા કંઈક અલગ જ સંકેત આપી રહ્યા છે જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં મોટો ઉછાળો આવ્યો નથી, જેથી રોકાણકારોમાં થોડો ડર હજુ યથાવત છે.

દેશના આર્થિક વિકાસમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર મુખ્ય ભૂમિકા ભજવે છે પરંતુ આ વિસ્તારમાં ગતિવિધિઓ વેગ પકડતી હોય તેવું લાગતું નથી. કોવિડ-૧૯ રોગચાળાના પ્રકોપ અને વધતા ખર્ચને કારણે માંગની અસરના કારણે ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન ભારતના ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં ફરી મંદી જોવા મળી છે. ઓગસ્ટમાં ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ તેમજ સર્વીસ પીએમઆઇ પણ અસ્થિર છે. આ સિવાયની અન્ય પ્રતિકૂળતાઓ પણ યથાવત્ છે. આમ, આંકડા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે ઘણું મોટું અંતર છે. અલબત્ત ભારતીય બજારની તેજી સામે સંભવિત કોરોના મહામારીની વધુ લહેરના જોખમ ઉપરાંત ઉંચો મોંઘવારી દર અને રિઝર્વ બેન્કની નીતિમાં ફેરફાર, જે તબક્કાવાર પર અસર પડી શકે છે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૫૨૫ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૪૦૪ પોઇન્ટના પ્રથમ અને ૧૭૩૭૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૫૭૫ પોઇન્ટથી ૧૭૬૦૬ પોઇન્ટ, ૧૭૬૭૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૬૭૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૭૩૬૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૦૦૭ પોઇન્ટના પ્રથમ અને ૩૬૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૭૬૦૬ પોઇન્ટથી ૩૭૯૭૦ પોઇન્ટ, ૩૮૦૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૦૮૮  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) વીઆરએલ લોજિસ્ટિક ( ૩૭૫ ) :- ટ્રાન્સપોરેશન લોજિસ્ટિક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૮૮ થી રૂ.૪૦૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) શારદા કોર્પકેમ ( ૩૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૪૪ થી રૂ.૩૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) રેમકો ઈન્ડસ્ટ્રીઝ ( ૨૯૮ ) :- રૂ.૨૮૬ નો પ્રથમ તેમજ રૂ.૨૭૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૦૯ થી રૂ.૩૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) હિન્દુસ્તાન પેટ્રોલિયમ ( ૨૯૭ ) :- રિફાઇનરીઓ/ પેટ્રોપ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ટિનપ્લેટ કંપની ( ૨૮૮ ) :- રૂ.૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૨૬૬ ના સ્ટોગ સપોર્ટથી કન્ટેનર & પેકેજિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ડેલ્ટા કોર્પ ( ૨૮૪ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૭૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૯૨ થી રૂ.૩૦૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) રેઈન ઈન્ડસ્ટ્રીઝ ( ૨૪૫ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૩૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૫૭ થી રૂ.૨૭૨ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ત્રિવેણી એન્જિનિયરિંગ ( ૧૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સુગર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૩ આસપાસ રોકાણકારે રૂ.૧૯૭ થી રૂ.૨૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૬૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) બાટા ઇન્ડિયા ( ૧૮૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૮૨૮ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૮૭૩ થી રૂ.૧૮૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૬૫૧ ) :- આ સ્ટોક રૂ.૧૬૨૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૦૬ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૬૭૩ થી રૂ.૧૬૮૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૩૧ ) :- ૭૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૮૦૮ નો પ્રથમ તેમજ રૂ.૭૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૮ થી રૂ.૮૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) મુથૂત ફાઈનાન્સ ( ૧૫૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૦૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૫૧૫ થી રૂ.૧૪૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૧૬ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ટાટા સ્ટીલ ( ૧૨૯૮ ) :- રૂ.૧૩૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૨૮૦ થી રૂ.૧૨૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ઓરબિંદો ફાર્મા ( ૭૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૩૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૬૯૬ થી રૂ.૬૮૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૭૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) સનફ્લેગ આર્યન ( ૮૩ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૮૯ થી રૂ.૯૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) જીએફેલ લિમિટેડ ( ૭૬ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે હોલ્ડિંગ કંપની સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૩ થી રૂ.૯૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) બાલાજી ટેલિફિલ્મ્સ ( ૬૬ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦ નો પ્રથમ તેમજ રૂ.૫૪ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૪ થી રૂ.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) નેટવર્ક૧૮ લિમિટેડ ( ૫૪ ) :- રૂ.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૮ થી રૂ.૬૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૬૫ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૩૭૩ થી ૧૭૬૦૬ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular