Saturday, January 3, 2026
Homeવિડિઓજામજોધપુર ભાજપ નેતા દ્વારા મજુરોને ધમકી અપાતા પોલીસમાં અરજી - VIDEO

જામજોધપુર ભાજપ નેતા દ્વારા મજુરોને ધમકી અપાતા પોલીસમાં અરજી – VIDEO

ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રખાયેલ કામમાં મજુરોને મજુરી આપવામાં દાંડાઇ : મજુરોએ પોલીસમાં અરજી કરતા રાજકારણમાં ગરમાવો

જામજોધપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના કામમાં રખાયેલ મજુરોને મજુરી આપવામાં દાંડાઇ કરી સામી ધમકી અપાતા મજુરો દ્વારા પોતાની મજુરી મેળવવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

- Advertisement -

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં હાલ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે તે મગફળી ખરીદ કરવાનું કામ જગતાત મંડળી દ્વારા રાખવામાં આવ્યું છે આ મગફળી ખરીદીમાં મજૂરી કામનો કોન્ટ્રાક્ટ રમેશભાઈ મકવાણા જેતપુર વાળાએ રાખેલ છે જે કોન્ટ્રાક્ટનો કરાર જગતાત મંડળી વતી રવિભાઈ સિહોરા, રમેશભાઈ મકવાણ સાથે લેખીતમાં કર્યો છે રવિભાઈ સિહોરા હાલ શહેર ભાજપનું પ્રમુખપદે કાર્યરત છે. રવિભાઈ સિહોરા જગતાત મંડળી દ્વારા થતી ટેકાના ભાવે ખરીદીના કામમાં ભાગીદાર છે ગત તા.7-11-25 નારોજ કામ ચાલુ થયું હોય જેમાં તા.9-12 25 સુધીની મજૂરી નીરકમ આપેલ છે ત્યારબાદ તા.10-12-25થી આજ દિવસ સુધીનું મજૂરી કામનું કોઈપણ જાતનું પેમન્ટ આપેલ નથી કામ હાલમાં પણ ચાલુ છે.

- Advertisement -

અંદાજીત 11 લાખ જેવી રકમનું પેમેન્ટ બાકી છે જે આજ દિવસ સુધી મજુરોને ચુકવાયું નથી આ રકમની રવિભાઈ સિહોરા આગળ માંગણી કરતા રૂપિયા આપવાની ના પાડી ગાળા ગાળી કરવા લાગ્યા હતાં. મડળીના સંચાલકો રૂઆબદાર હોય રૂપિયા ના આપવાના બદઈરાદે રમેશભાઈ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આમ રમેશભાઈ મકવાણા 150 થી 200 મજુરોને કામે રાખેલ હોય આ બધાને મજૂરી આપવાની હોય રમેશભાઈની આર્થિક સ્થિતી કફોળી બની ગઈ હોય બાકીની રકમ જગતાત મંડળીના ભાગીદારો ખુશાલભાઈ જાવિયા (માજી તાલુકા ભાજપ પ્રમુખ) તેમજ રમેશભાઈ રાવલીયા તેમજ રવિભાઈ સિહોરા (શહેર ભાજપ પ્રમુખ) પાસે માંગતા ઉગ્ર ભાષામાં ધમકી આપે છે.

રમેશભાઈ મકવાણાએ મજૂરીના કોન્ટ્રાક્ટ કામનો કરાર રવિભાઈ સિહોરાએ કર્યો હતો અને મજૂરી કામના આર્થિક વ્યાવહાર તેમના ભાગીદાર ખુશાલભાઈ જાવિયા અને રમેશભાઈ રાવલીયા દ્વારા કરાતો હતો ઉપરાંત આ લોકાના ભાગીદાર તાલુકા ભાજપ પ્રમુખ એવા ભાગ્યેશભાઈ માણસેરીયા દ્વારા ધરાર નબળી મગફળી ભરાવતા હતા આ અંગે મજુરો વિરોધ કરતા અવાર નવાર ધમકી આપવામાં આવતી હતી. રમેશભાઈ મકવાણા પોતાના મજૂરીના રૂપિયાની વારંવાર ઉધરાણી કરતા જગતાત મંડળીના સંચાલકો દ્વારા મજૂરીના નાણા ચુકવવાના બદલે રમેશભાઈ મકવાણાને ઉગ્ર ભાષામાં ધમકી આપતા હોઈ આખરે પોલીસ તંત્રનો સહારો લેવા માટે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં મંડળીના સંચાલકો એવા ભાજપના નેતા વિરૂદ્ધ કડક પગલા લેવા અને પોતાને ન્યાય અપાવવા જામજોધપુર પોલીસ સ્ટેશમાં લેખિત અરજી કરતા આ વાતને લઈ શહેરભરમાં ચકચાર જાગી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular